Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડ કોર્પોરેટરને પુત્રના અપહરણની ધમકી:ફેસબુક પર મુકેલી સ્ટોરી મુદ્દે ધમકી મળતાં એક શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

    1 day ago

    જામનગર જિલ્લાના કાલાવડમાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરસોતમભાઈ મગનભાઈ હીરપરાને ફેસબુક સ્ટોરી મુદ્દે ધમકી મળી છે. અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેમના પુત્રના અપહરણની ધમકી આપવામાં આવી હતી. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, પરસોતમભાઈ હીરપરાએ તેમની ફેસબુક સ્ટોરીમાં "દંપતી પર હુમલો કરનાર 4 આરોપીને કોર્ટની સજા" સંબંધિત એક સમાચાર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ બાદ તેમને એક મોબાઈલ નંબર (77779*****) પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે તાત્કાલિક સ્ટોરી ડિલીટ કરવાની માગ કરી હતી. કોર્પોરેટર પરસોતમભાઈએ સ્ટોરી હટાવવાની ના પાડતાં ફોન કરનારે અપશબ્દો બોલ્યા હતા. તેણે ધમકી આપી હતી કે, તેને પરસોતમભાઈના પુત્ર ક્યાં ભણે છે તેની જાણ છે અને તે તેને ઉપાડી જશે. ફરિયાદમાં જણાવાયું છે કે આ પછી પણ સતત ફોન કોલ આવતા રહ્યા હતા. તપાસ કરતાં ફોન કરનાર વ્યક્તિ અલ્પેશભાઈ વીનુભાઈ ડોબરીયા હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. સાંજના સમયે પોલીસ ફરિયાદ કરવાની જાણ થતાં આરોપીએ ફરી વોટ્સએપ કોલ કર્યો હતો અને "તું અત્યારે જ ફરિયાદ કરી આવ, પછી તું ક્યાં જઈશ" તેવી ધમકી આપી હતી. પરસોતમભાઈ હીરપરાએ અલ્પેશભાઈ ડોબરીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભ્રામક દાવા કરવા બદલ ઇમામી સહિત 8 કંપનીને નોટિસ:FSSAIએ કહ્યું- 'ઝીરો મેંદા બ્રેડ' અને 'ટ્રુ વિટામિન' જેવા નામ નિયમોનું ઉલ્લંઘન
    Next Article
    ફાર્મા કંપનીના નિવૃત એડવાઇઝર પાસેથી 1.21 કરોડ પડાવ્યા:IIFL કંપનીની ઓળખ આપી શેર અને IPOમાં રોકાણના નામે ઠગાઈ, વાસણાના વૃદ્ધે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment