Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાર્મા કંપનીના નિવૃત એડવાઇઝર પાસેથી 1.21 કરોડ પડાવ્યા:IIFL કંપનીની ઓળખ આપી શેર અને IPOમાં રોકાણના નામે ઠગાઈ, વાસણાના વૃદ્ધે ફરિયાદ નોંધાવી

    1 day ago

    અમદાવાદમાં રહેતા અને ફાર્મા કંપનીમાંથી સલાહકાર તરીકે નિવૃત્ત થયેલા વૃદ્ધ સાથે સાયબર ક્રાઈમે ગઠિયાઓએ રોકાણના નામે 1.21 કરોડ રૂપિયા પડાવ્યા છે. ગઠિયાઓએ પોતાની ઓળખ IIFL કંપનીના કર્મચારી તરીકેની આપી હતી, જે બાદ વૃદ્ધને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી IPO અને શેરમાં રોકાણ કરવાનું કહીને પૈસા પડાવ્યા હતાં. જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ વૃદ્ધને મેસેજ કરીને ફસાવ્યા વાસણા વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધ ફાર્મા કંપનીમાંથી સલાહકાર તરીકે નિવૃત્ત થયા હતા. 19 માર્ચના રોજ વૃદ્ધને એક યુવતીનો મેસેજ આવ્યો હતો જેણે પોતે IIFL કંપનીમાંથી હોવાનું કહીને વૃદ્ધને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. આરોપીએ નફો થયાના સ્ક્રીનશોટ ગ્રૂપમાં નાખ્યા વૃદ્ધને જણાવ્યું હતું કે, તેઓ શેરબજારમાં રોકાણ બાબતેની ટિપ્સ આપે છે. વૃદ્ધ ગ્રુપમાં એડ થયા બાદ ગ્રુપમાં કેટલાક વ્યક્તિ દ્વારા જુદા જુદા શેર લેવા માટેના મેસેજ આવતા હતા અને કેટલાક લોકોએ શેર લીધા બાદ નફો થયાના સ્ક્રીનશોટ પણ ગ્રુપમાં નાખ્યા હતા, જેનાથી વૃદ્ધને વિશ્વાસ આવી ગયો હતો. નિવૃત એડવાઇઝર પાસેથી 1.21 કરોડ પડાવ્યા વૃદ્ધ જ્યારે રોકાણ કરવાનું કહ્યું ત્યારે તેમની પાસેથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઇપીઓ અને શેર બજારમાં રોકાણ કરવાનું કહ્યું હતું. ત્રણ મહિનામાં વૃદ્ધે 1.21 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે રોકાણ બાદ તેમણે પૈસા પરત લેવા માટે કહ્યું તો તેમને પૈસા પરત આપ્યા ન હતા. જેથી વૃદ્ધને તેમની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ હતી. વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડ કોર્પોરેટરને પુત્રના અપહરણની ધમકી:ફેસબુક પર મુકેલી સ્ટોરી મુદ્દે ધમકી મળતાં એક શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
    Next Article
    Vadodara Dog Theft News | વડોદરા શહેરમાં પાળતું શ્વાન પણ સુરક્ષિત નથી !| Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment