Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓનો રેલવે સ્ટેશન પર હોબાળો:ટ્રેન રોકી, તોડફોડ-પથ્થરમારો કર્યો; પોલીસે હવામાં ફાયરિંગ કર્યું; બિહારમાં સિપાહી ભરતી પરીક્ષાના ઉમેદવારોમાં આક્રોશ

    22 घंटे पहले

    બિહારમાં આજથી સિપાહી ભરતી પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા શરૂ થતાં પહેલાં પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર ઉમેદવારોએ ટ્રેનોની પૂરતી વ્યવસ્થા ન હોવાથી નારાજ થઈને રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કર્યું. ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ઘણી ટ્રેનો રોકી દીધી. પથ્થરમારો કર્યો અને એક્ઝામ સ્પેશિયલ ટ્રેનમાં તોડફોડ પણ કરી. ઘટનાસ્થળે પહોંચેલા પટનાના DM ડૉ. ત્યાગરાજને જણાવ્યું કે અડધી રાતની આસપાસ અમને સમાચાર મળ્યા કે કેટલાક લોકો હોબાળો કરી રહ્યા છે. અમે તેમને વારંવાર વિનંતી કરી કે તેઓ હોબાળો ન કરે અને તે પરીક્ષાર્થીઓને સહયોગ આપે જેઓ પરીક્ષા આપવા માંગે છે. કેટલાક અસામાજિક તત્વોએ વારંવાર ઇમરજન્સી ચેઇન ખેંચી અને જુદી જુદી માંગણીઓ મૂકી, જેમ કે સ્પેશિયલ ટ્રેનોની માગ, જ્યારે પહેલાથી જ બે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. ત્યાગરાજને એ પણ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ તે વિદ્યાર્થીઓને પણ રોક્યા, જેઓ જવા માંગતા હતા. આ કારણોસર અમારે હળવો બળપ્રયોગ કરવો પડ્યો. હવે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને ટ્રેનો રવાના થઈ ચૂકી છે. પરીક્ષા આપનારાઓ માટે નિર્ધારિત ટ્રેનો પહેલાથી જ નીકળી ચૂકી છે. બાકીની ટ્રેનો પણ સામાન્ય રીતે ચાલી રહી છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનની તસવીરો… પ્રત્યક્ષદર્શીએ કહ્યું- મારી દુકાનમાં તોડફોડ કરી, વિદ્યાર્થીઓ વધુ હતા ઘટના સમયે સ્થળ પર હાજર સંજય કુમાર શર્માએ જણાવ્યું કે શરૂઆતમાં લોકોએ ટ્રેનો રોકી દીધી હતી. પ્રદર્શનકારીઓને હટાવવા માટે વહીવટી તંત્ર પહોંચ્યું, પરંતુ ભીડ ટસની મસ ન થઈ. આ દરમિયાન, ભારે હોબાળો થયો અને હિંસા ફાટી નીકળી. તમે મારી દુકાનની બરાબર સામે તેનું પરિણામ જોઈ શકો છો. આખી દુકાનમાં તોડફોડ કરવામાં આવી. અંદર મોટા-મોટા પથ્થરો ફેંકવામાં આવ્યા. હું માંડ-માંડ મારો જીવ બચાવીને ભાગ્યો, નહીં તો મારી સાથે શું થાત. 500 સેન્ટરો પર પરીક્ષા યોજાશે પરીક્ષા માટે 500 સેન્ટરો બનાવવામાં આવ્યા છે. 4,128 પદો માટે 16 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે. આ પરીક્ષા 17 જૂન સુધી ચાલશે. ભરતી પ્રક્રિયા હેઠળ કક્ષપાલના 2,417 પદ, દારૂબંધી સિપાહીના 1,603 પદ અને ચલંત દસ્તા સિપાહીના 108 પદો પર નિમણૂક કરવામાં આવશે. પરીક્ષા 2 શિફ્ટમાં યોજાશે. પ્રથમ શિફ્ટ સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને બીજી બપોરના 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. પ્રથમ પાળીના ઉમેદવારોએ સવારે 8 વાગ્યા સુધી અને બીજી પાળીના ઉમેદવારોએ બપોરના 1 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવો પડશે. નિર્ધારિત સમય પછી આવતા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષામાં સૌથી મોટો ફેરફાર એ છે કે ઉમેદવારોને કેન્દ્રો પર પેન લઈ જવાની પણ મંજૂરી નથી. તમામ ઉમેદવારોને પરીક્ષા હોલમાં જ પેન આપવામાં આવશે. આ ઉપરાંત, જે અધિકારીઓ પરીક્ષામાં જવાબદારી નિભાવી રહ્યા છે, તેઓ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાથી જ મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. અલગ-અલગ પ્રશ્નપત્રો અને OMR શીટ દરેક શિફ્ટમાં અલગ-અલગ પ્રશ્નપત્રો અને OMR શીટ તૈયાર કરવામાં આવી છે. પ્રશ્નપત્રોને નિર્ધારિત સમયે વહીવટી અધિકારીઓ, શિક્ષકો અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે ઉમેદવારોએ ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. ફોટો ઓળખપત્ર વિના કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રશાસને ઉમેદવારોને સમય પહેલા કેન્દ્ર પર પહોંચવા અપીલ કરી છે. પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મંજૂરી રહેશે નહીં. મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ, ઇયરફોન અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. પરીક્ષા પૂરી થાય તે પહેલાં કોઈપણ ઉમેદવારને પરીક્ષા હોલમાંથી બહાર જવાની મંજૂરી રહેશે નહીં. સમાચાર સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Brazil vs Morocco highlights, FIFA World Cup 2026: Brazil held 1-1 by Morocco
    Next Article
    ગુજરાતમાં આજે 2.63 લાખ LRD ઉમેદવારની લેખિત પરીક્ષા:ગેરરીતિ રોકવા AI અને ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ, પેપરના વાહનોનું GPS મોનિટરિંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment