Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આજે 2.63 લાખ LRD ઉમેદવારની લેખિત પરીક્ષા:ગેરરીતિ રોકવા AI અને ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ, પેપરના વાહનોનું GPS મોનિટરિંગ

    21 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાને લઈને 14 જૂનને રવિવારે વધુ મહત્વપૂર્ણ અને નિર્ણાયક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. શારીરિક કસોટી પાસ કરનારા આશરે અઢી લાખથી વધુ ઉમેદવારો આજે રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પોતાની લેખિત કસોટી આપશે. ગૃહ વિભાગ અને ભરતી બોર્ડ દ્વારા આ મેગા પરીક્ષાને શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલમાં પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 6.36 લાખમાંથી 2.63 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય પોલીસ ભરતી બોર્ડના સત્તાવાર આંકડા મુજબ, લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં અંદાજિત 6.36 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ કડક શારીરિક પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈને કુલ 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા આપવા માટે ક્વોલિફાય થયા છે, જેઓ આજે પોતાનું નસીબ અજમાવશે. રાજ્યના મુખ્ય શહેરોની 849 શાળાઓમાં પરીક્ષાનું આયોજન આ વિશાળ પરીક્ષાનું આયોજન ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર સહિતના સેન્ટરો પર કરવામાં આવ્યું છે. ઉમેદવારોની મોટી સંખ્યાને ધ્યાને રાખીને રાજ્યભરની 849 જેટલી શાળા-કોલેજોને પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. આ પરીક્ષા સવારે 9.30થી બપોરે 12.30 વાગ્યા સુધી યોજાશે, જેમાં ઉમેદવારોએ 200 માર્ક્સની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) આધારિત પ્રશ્નપત્ર પદ્ધતિનો સામનો કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાના કોલલેટર ગત 6 જૂનથી જ ઓનલાઇન ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા હતા. 26 હજારથી વધુ અધિકારીઓ અને સ્ટાફનો લોખંડી પહેરો ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક, નકલરહિત અને ગેરરીતિમુક્ત બનાવવા માટે સરકારી તંત્રએ કમર કસી છે. પરીક્ષાની સિક્યોરિટી અને સુપરવિઝન કામગીરી માટે 9 હજાર જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના આશરે 17,000 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 26,000થી વધુનો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત, દરેક પરીક્ષા કેન્દ્ર પર ભરતી બોર્ડના વિશેષ પ્રતિનિધિ તરીકે PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અથવા PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) કક્ષાના અધિકારી હાજર રહેશે. ડમી ઉમેદવારોને રોકવા AI અને બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે પરીક્ષામાં ડિજિટલ સિક્યોરિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ કેન્દ્ર પર ડમી ઉમેદવાર બેસી ન જાય તે માટે પરીક્ષાર્થીઓની ઓળખની ચકાસણી કરવા બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેસિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી (ચેહરો ઓળખવાની સિસ્ટમ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં, પ્રશ્નપત્રો અને પરીક્ષા સામગ્રી જે લોજિસ્ટિક વાહનો દ્વારા લાવવા-લઇ જવામાં આવશે, તે તમામ વાહનોનું જીપીએસ (GPS) મારફતે રિયલ ટાઈમ ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓનો રેલવે સ્ટેશન પર હોબાળો:ટ્રેન રોકી, તોડફોડ-પથ્થરમારો કર્યો; પોલીસે હવામાં ફાયરિંગ કર્યું; બિહારમાં સિપાહી ભરતી પરીક્ષાના ઉમેદવારોમાં આક્રોશ
    Next Article
    વલસાડ કોલ સેન્ટર કૌભાંડ: મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો:આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કેસમાં પોલીસને મોટી સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment