Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ દાયકા જૂની વસ્તી ગણતરી મુજબ પાણીની ફાળવણી.:ભાટીયામાં વિકટ જળ સમસ્યા , એક માસથી અનેક વિસ્તારો પાણી વિહોણા, ગ્રા.પં.ની આંદોલનની ચીમકી

    1 day ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામમાં પાણી પ્રશ્ને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જયારે વિકટ જળ સમસ્યાના કારણે ગ્રામ પંચાયત પણ લડાયક મુડમાં આવી છે.પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્તમાન વસ્તીની જરૂરિયાત મુજબ પાણી ન અપાતુ હોવાનુ જણાવી ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જો આગામી 16મી સુધીમાં પાણી વ્યવસ્થિત રીતે નિયમિત નહી કરાય તો સજજડ બંધ સાથે અચોકકસ મુદતના આંદોલનની ચિમકી આપવામાં આવી છે. ભાટીયા ગામને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગત 21મી મેથી રેગ્યુલર પાણી આપવામાં આવતુ નથી.દરરોજ દિવસમાં ત્રણ કલાક પાણી આપે છે.ગામની વસ્તી વર્ષ 2011ની ગણતરી મુજબ 17352 છે.જેમાં હાલની સ્થિતિએ ગામમાં લગભગ 30 હજાર વસ્તી છે.કંપનીઓના કારણે સંખ્યાબંધ શ્રમિકો અને ધંધાર્થીઓ પણ ગામમા઼ આવે છે. જેથી વસ્તી લગભગ 44 હજારન઼ આંબી ગઇ છે.જેના કારણે પાણીની વ્યાપક જરૂરીયાત રહે છે.આમ છતા મુંઢ તંત્ર હજુ પણ 2011ની વસ્તી મુજબ પાણી પુરૂ પાડી રહયુ છે.જેના કારણે લગભગ બારેમાસ પાણીની તંગી રહે છે. બીજી બાજુ ગત 25 મેથી પાણી પુરવઠા વિભાગે ભાટિયાના પાણીના જથ્થા પર કથિત કાપ મૂક્યો છે. નિયમ મુજબ જો 24 કલાકમાંથી સતત 16 કલાક પાણી આપવામાં આવે, તો માંડ 10 થી 12 દિવસે આખા ભાટિયામાં વિતરણ થઈ શકે. તેની સામે તંત્ર અત્યારે 24 કલાકમાં માત્ર 3 કલાક જ કટકે-કટકે પાણી આપી રહ્યું છે. પરિણામે છેલ્લા એક મહિનાથી ગામના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચ્યું જ નથી.જો ભાટીયાને નિયમિત પાણી આપવામાં નહી આવે તો 16મી જુનથી ગ્રામ પંચાયત અને ગામલોકો દ્વારા અચોકકસ મુદતની હડતાલ કરવામાં આવશે એમ પણ રજુઆતના અંતમાં જણાવાયુ છે. બારાડીનું મુખ્ય હબ ભાટીયા‎જનઆંદોલનના ભણકારા...‎ ભાટીયા આસપાસના વિસ્તારોનુ મોટુ વ્યાપારી મથક હોવાથી લગભગ દૈનિક અંદાઝે બે કરોડથી વધુનો વેપાર થાય છે. જો ગ્રામજનો દ્વારા બંધનું એલાન આપવામાં આવશે.આ પહેલા પણ પાણીના મુદ્દે ભાટિયાની જનતાએ નિર્ણાયક લડત આપીને પોતાનો હક મેળવ્યો હતો, ત્યારે ફરી એકવાર અહીં મોટા જન આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. શક્ય નિરાકરણનો પ્રયાસ કલ્યાણપુર મામલતદારે આવેદન સ્વીકારતા સંબંધિતોને જણાવ્યુ કે, આ મામલે જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગ સાથે તાકિદે વાતચિત કરી શકય એટલુ વહેલુ નિરાકરણ લાવીશું.
    Click here to Read More
    Previous Article
    કેકડા રાઇડ દરમિયાન કિશોરને શ્વાસની તકલીફ થઈ:જામનગર નજીક વેલકમ વોટરપાર્કમાં 14 વર્ષના તરૂણનું અચાનક બેશુદ્ધ થતાં મોત
    Next Article
    26-Year-Old Indian-Origin Man Killed In London Knife Attack

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment