Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઇટ્સ, કેમેરા અને રિહર્સલ!:‘દિવ્ય ભાસ્કર ફિલ્મ અવોર્ડ્સ’ માટે કલાકારોએ સ્ટેજ ગજવ્યું, અવોર્ડ નાઇટ પૂર્વે કર્યું શાનદાર રિહર્સલ

    9 hours ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ ‘દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026’ આવતીકાલે 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોના શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. અવોર્ડ શોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. આકર્ષક રેડ કાર્પેટ બાદ મુખ્ય અવોર્ડ સેરેમની યોજાશે. સાથે જ ધમાકેદાર પરફોર્મન્સ પણ જોવા મળશે. અવોર્ડ નાઇટની આગલી સાંજે એટલે કે આજે રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં યા દેવી સર્વભૂતેષુ જેવા શ્લોક સહિતના સોન્ગ પર કલાકારોએ ધમાકેદાર રિહર્સલ કર્યું. જુઓ રિહર્સલની કેટલીક તસવીરો... આ ફિલ્મ એવોર્ડ્સમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી પાર્ટનર તરીકે થોમસ કૂક, એસોસીએટ પાર્ટનર તરીકે તિરૂપતિ એડીબલ ઓઈલ્સ, લક્ઝરી મોલ પાર્ટનર તરીકે પેલેડિયમ અમદાવાદ, આઉટરીચ પાર્ટનર તરીકે જુગાડ મીડિયા, સહયોગમાં GMDC, સેલેબ્રિટી પાર્ટનર રેડ ચેરી, ડિજિટલ પાર્ટનર તરીકે દિવ્ય ભાસ્કર એપ અને રેડિયો પાર્ટનર તરીકે 94.3 MY FM જોડાયા છે. થિયેટર, ઓટીટી અને ફિલ્મ્સ સાથે જોડાયેલા કલાકારો માટે કુલ 28 કેટેગરીમાં 100થી વધુ કલાકારો અને આર્ટિસ્ટ્સને જૂરી તથા પબ્લિક દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. 28થી વધુ વિજેતાઓનું સન્માન મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, અન્ય મહાનુભાવો અને ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો કરશે.
    Click here to Read More
    Previous Article
    Abhishek Banerjee के घर पर रेड, भड़के बोले- 4 घंटे ली तलाशी | TMC | Mamata Banerjee | west Bengal
    Next Article
    પારડી વિસ્તારની સગીરાનું લગ્નની લાલચે અપહરણ:ધોરણ-12 સાયન્સની સ્ટુડન્ટ ટ્યુશનથી ઘરે પરત ન આવી, ફેસબુક પોસ્ટથી ભાંડો ફૂટતા ફરિયાદ નોંધાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment