Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા ટાઉનહોલ શોપિંગ સેન્ટરની પેરાફિટ ધસી પડી:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

    1 week ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચાર રસ્તા નજીક માલપુર રોડ પર આવેલ પાલિકા સંચાલિત ટાઉનહોલ શોપિંગ સેન્ટરની ધાબાની પેરાફિટ અચાનક ધસી પડી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોડાસા શહેર પોલીસ અને પાલિકા તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવી, વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇમારતની સલામતી અંગે જરૂરી તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ જાહેર ઉપયોગની ઇમારતોના નિયમિત જાળવણી અને સુરક્ષા ઓડિટના મહત્વ પર સવાલો ઉભા કર્યા છે. સદનસીબે, આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ઘટના સમયે વધુ લોકો હાજર હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ યજ્ઞ સંપન્ન:હજારો શ્રદ્ધાળુઓએ દર્શન અને આહુતિનો લાભ લીધો
    Next Article
    Copyright dispute over the statue of Kings Salangpur | કિંગ્સ સાળંગપુરની મુર્તિના કોપીરાઈટનો વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment