Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ યજ્ઞ સંપન્ન:હજારો શ્રદ્ધાળુઓએ દર્શન અને આહુતિનો લાભ લીધો

    1 week ago

    સુરેન્દ્રનગર ખાતે આયોજિત ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ યજ્ઞની 13 જૂનના રોજ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ થઈ. આચાર્ય શાસ્ત્રી વિજયકુમાર કટુડાવાળાના મુખ્ય આચાર્યપદે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં સુરેન્દ્રનગર અને આસપાસના પંથકમાંથી હજારો શ્રદ્ધાળુઓએ દર્શન અને આહુતિનો લાભ લીધો. આ મહોત્સવનો પ્રારંભ અધિક જેઠ વદ 10, બુધવારના રોજ સાંજે 4 કલાકે દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. બીજા દિવસે, ગુરુવારે સવારે મંડપ પ્રવેશ, ગણપતિ સ્થાપન, પંચાંગ કર્મ પૂજન તથા ભગવાન વિષ્ણુના મહાપૂજન અને સુગંધી દ્રવ્યોથી અભિષેકનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર અગ્નિ સ્થાપન, ગૃહ હોમ અને પ્રધાન હોમની આહુતિઓથી સમગ્ર વાતાવરણ પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. યજ્ઞના અંતિમ દિવસે,13 જૂનના રોજ સવારે પ્રાતઃ પૂજન અને રાજોપચાર પૂજન બાદ હોમ-કર્મની વિશેષ આહુતિઓ અપાઈ હતી. આ મહોત્સવના મુખ્ય આકર્ષણરૂપ ભગવાન વિષ્ણુને 1008 તુલસીપત્ર અર્પણ કરી વિશેષ અર્ચના કરવામાં આવી હતી. બપોરના સમયે ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરાયું હતું. સાંજે સાયં પૂજન આરતી અને મહાપ્રસાદ બાદ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. યજ્ઞ સમિતિના સભ્યો અને ભક્તોના સહયોગથી આ આયોજન સફળ બન્યું હતું. આ યજ્ઞ દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલકામના કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    રામમંદિરમાં દાનના પૈસા ગણતો, ઘરેથી ₹10 લાખ મળ્યા:છાણના ઢગલામાં છુપાવ્યા હતા, દાનમાંથી ચોરીનો આરોપ; યોગીએ SIT બનાવી
    Next Article
    મોડાસા ટાઉનહોલ શોપિંગ સેન્ટરની પેરાફિટ ધસી પડી:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment