Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના મુસાફરોને મોટો ઝટકો:સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન હવે બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ ઉપર દોડશે, નવા રૂટની અમલવારીની સત્તાવાર જાહેરાત બાકી

    1 सप्ताह पहले

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રનું આર્થિક અને સામાજિક હબ ગણાતા રાજકોટ શહેર પાસેથી વંદે ભારત જેવી સેમી-હાઈસ્પીડ પ્રીમિયમ ટ્રેનની સુવિધા આંચકી લેવામાં આવી છે. જેમાં અમદાવાદને સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ સાથે જોડતી પ્રતિષ્ઠિત સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં રેલવે મંત્રાલય દ્વારા ખૂબ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે રાજકોટને બદલે બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ ઉપર દોડશે. રેલવે તંત્રએ લીધેલા આ નિર્ણયનાં કારણે રાજકોટ, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના મુસાફરો, વેપારીઓ તેમજ દૈનિક યાત્રિકોમાં રોષ અને નારાજગી ફેલાઈ ગઈ છે. શા માટે બદલાયો રૂટ અને હવે કયા માર્ગે દોડશે ટ્રેન? રેલવે મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલા નવા આયોજન અને નિર્ણય અનુસાર, સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નંબર 26901/26902) અત્યાર સુધી વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જેતલસર અને જૂનાગઢ થઈને વેરાવળ સુધી દોડતી હતી. પરંતુ રેલવે બોર્ડની નવીનતમ મંજૂરી બાદ આ ટ્રેનનો આખો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઈસ્પીડ ટ્રેન રાજકોટને બદલે બોટાદ, જેતલસર અને જૂનાગઢ થઈને પોતાના નિર્ધારિત અંતર સુધી દોડશે. રેલવે તંત્રનાં સૂત્રો મુજબ, આ ટ્રેનનો રૂટ બદલાતા અન્ય પછાત અને રેલ સુવિધાથી વંચિત વિસ્તારોના મુસાફરોને એક નવી, ઝડપી અને આધુનિક સુવિધાનો લાભ મળશે. જેમાં પણ ખાસ કરીને અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ બોટાદ અને તેની આસપાસના મુસાફરોને સીધો ફાયદો મળશે. નવા રૂટમાં કયા સ્ટેશનોનો સમાવેશ થયો? રેલવે મંત્રાલયના નવા આદેશ મુજબ, વંદે ભારત એક્સપ્રેસના આ સુધારેલા નેટવર્કમાં હવે અનેક નવા રેલવે સ્ટેશનોને સાંકળી લેવામાં આવ્યા છે. નવા રૂટ પ્રમાણે હવે આ ટ્રેન અમદાવાદના ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા સ્ટેશનો પરથી પસાર થશે અને આ તમામ વિસ્તારોના મુસાફરોને વંદે ભારત ટ્રેનની સેવાનો લાભ મળશે. એટલું જ નહીં, મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન હવે ગાંધીગ્રામ અને ધોળકા સ્ટેશનો પર પણ નિયમિત રીતે રોકાશે. આ નવા પરિવર્તનને કારણે લાંબા સમયથી પ્રીમિયમ ટ્રેનની રાહ જોતા આ વિસ્તારોના લોકો માટે આ નિર્ણય મોટી રાહત સમાન સાબિત થશે. ક્યારથી થશે આ ફેરફારનો અમલ? રેલવેની સત્તાવાર જાણકારી અનુસાર, આ રૂટનો ફેરફાર તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં નહીં આવે, પરંતુ એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) અથવા તો જે આગામી તારીખોમાં હજુ સુધી ટ્રેનનું બુકિંગ થયું નથી, તે તારીખોથી સદંતર રીતે અમલી બનાવવામાં આવશે. હાલના તબક્કે આ નવો રૂટ અને સમયપત્રક IRCTCની સત્તાવાર એપ્લિકેશન કે વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યા નથી, પરંતુ ટૂંક સમયમાં મુસાફરો ઓનલાઇન જોઈ શકશે અને તે મુજબ ટિકિટ બુકિંગ કરાવી શકશે. રેલવે તંત્ર દ્વારા આ નવા રૂટ અંગે અને મુસાફરોની જાણકારી માટે વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે. નવું સમયપત્રક વિગતવાર રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર સમયપત્રક મુજબ ટ્રેન નંબર 26901 (સાબરમતી થી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ): આ ટ્રેન દરરોજ સવારે 06:00 વાગ્યે સાબરમતી સ્ટેશનેથી ઉપડશે. ત્યાંથી રવાના થઈને આ ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ સ્ટેશનો પર નિર્ધારિત સ્ટોપેજ કરીને બપોરે 12:50 વાગ્યે વેરાવળ સ્ટેશને પહોંચશે. ટ્રેન નંબર 26902 (વેરાવળ થી સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ): પરત મુસાફરી દરમિયાન આ ટ્રેન વેરાવળ સ્ટેશનેથી બપોરે 03:50 વાગ્યે ઉપડશે. પોતાના માર્ગમાં આવતા તમામ નવા સ્ટોપેજ પર રોકાઈને આ ટ્રેન રાત્રે 10:25 વાગ્યે સાબરમતી સ્ટેશને પરત પહોંચશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બોટાદ, ધોળકા અને ધંધુકા જેવા વિસ્તારોમાં વંદે ભારત ટ્રેન શરૂ થવાને કારણે ખુશી અને ઉત્સાહનો માહોલ છે, બીજીતરફ રાજકોટ જેવા મધ્ય સૌરાષ્ટ્રના સૌથી મોટા ઔદ્યોગિક શહેર અને જંક્શન પરથી વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનની સેવા કાયમી ધોરણે હટાવી લેવાતા સ્થાનિક જનતા, વેપારી મંડળો અને પ્રવાસીઓમાં ભારે અસંતોષની લાગણી છે. સ્થાનિક સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરીને ટ્રેન યથાવત રાખવા અથવા રાજકોટને નવી વંદે ભારત આપવા માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર અરજદારને જીવનું જોખમ:આખા ગામે ​ભ્રષ્ટાચારની ફરિયાદ કરી સરપંચને સસ્પેન્ડ કરાવતા જ વૃદ્ધને જીવનું જોખમ, માથાભારે ગેંગ સામે પોલીસ રક્ષણ અને કડક કાર્યવાહી કરવા રજૂઆત.
    Next Article
    Sabarkantha | ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિએ દૂધ પીધું હોવાના દાવા | Lord Krishna | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment