Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની ખાનગી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન બાદ દર્દીનું શંકાસ્પદ મોત:પરિવારે હોબાળો મચાવતા ડૉક્ટર હોસ્પિટલમાં પુરાયા, સ્વજનનો મૃતદેહ બહાર મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું

    1 week ago

    સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી અનુપમ સર્જિકલ હોસ્પિટલમાં પિત્તાશયની 10 mmની પથરીના ઓપરેશન બાદ એક દર્દીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઈ છે. સચિન વિસ્તારમાંથી સારવાર માટે આવેલા ધરમવીરસિંહ નામના દર્દીનું સર્જરીના થોડા જ સમયમાં અવસાન થતાં રોષે ભરાયેલા પરિવારજનોએ તબીબ પર ઘોર બેદરકારીનો આક્ષેપ લગાવી હોસ્પિટલની બહાર જ મૃતદેહ મૂકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મામલો બિચકતાં તબીબે સુરક્ષા માટે બાઉન્સરો અને પોલીસની મદદ લેવી પડી હતી. બીજી તરફ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ. શૈલેષ પટેલે ઓપરેશન સફળ રહ્યું હોવાનો દાવો કરી દર્દીનું મોત સડન કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ અટેક)ના કારણે થયું હોવાની કેફિયત રજૂ કરી છે, જ્યારે ડિંડોલી પોલીસે પેનલ પીએમ (PM) કરાવી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો છે. પરિવારનો કાયદેસરની કાર્યવાહી માટે ઇનકાર મળતી માહિતી મુજબ, મૂળ સચિન વિસ્તારના રહેવાસી ધરમવીરસિંહ નામના દર્દીને પિત્તાશયમાં 10 mmની પથરીનો અસહ્ય દુખાવો ઉપડતાં તેમને ડિંડોલી સાઈ પોઈન્ટ પાસે આવેલી 'અનુપમ સર્જિકલ હોસ્પિટલ' માં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજન અજીતસિંહ રાજપૂતે તબીબો પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "અમે સવારે 11.00 વાગ્યે ધરમવીરસિંહને દાખલ કર્યા હતા. ડૉક્ટરે ઓપરેશન પહેલાં બધા રિપોર્ટ નોર્મલ હોવાનું કહી ચિંતા ન કરવા જણાવ્યું હતું. જોકે, એક રિપોર્ટમાં લોહી ઓછું હોવા છતાં તેમણે સાંજે 5.30 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું હતું. રાત્રે 8.30 વાગ્યે ડૉક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળીને કોઈપણ જવાબ આપ્યા વિના સીધા ઘરે ચાલ્યા ગયા હતા." ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે અમને જણાવ્યું કે, ધરમવીરસિંહ એક્સપાયર થઈ ગયા છે. ડૉક્ટર પોતાની ભૂલ સ્વીકારે અને પોલીસ કડક પગલાં ન ભરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારીશું નહીં. પરિવારે પ્રથમ સિવિલ/સ્મીમેર હોસ્પિટલ ખાતે પેનલ ડૉક્ટરો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ત્યારબાદ શબને સીધું અનુપમ હોસ્પિટલના ગેટ પર લાવીને અડિંગો જમાવ્યો હતો. 90% સર્જરી સફળ હતી, દર્દી જાગ્યા પછી હાર્ટ અટેક આવ્યો: ડૉ. શૈલેષ પટેલ બીજી તરફ, આ આક્ષેપો અંગે અનુપમ સર્જિકલ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ.શૈલેષ એન.પટેલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, "દર્દીને પિત્તાશયની થેલીના ગળાના ભાગમાં પથરી ફસાયેલી હોવાથી અંદર સખત સોજો અને ગંદકી ફેલાઈ ગઈ હતી, જેના કારણે તાત્કાલિક સર્જરી જરૂરી હતી. અમે સાંજે દૂરબીનથી ઓપરેશન ચાલુ કર્યું ત્યારે અંદર પરિસ્થિતિ વધુ ખરાબ હોવાથી બે-ત્રણ વાર દર્દીના સગાને ઓપરેશન થિયેટરની અંદર બોલાવીને લાઈવ સ્થિતિ બતાવી પણ હતી. લગભગ અઢીથી ત્રણ કલાકની મહેનત બાદ 90 ટકા સફળતાપૂર્વક સર્જરી પૂરી થઈ હતી અને કોઈ કોમ્પ્લિકેશન નહોતું." તેમણે વધુમાં ઉમેર્યું કે, "રાત્રે 8.30 વાગ્યે દર્દી એકદમ સ્ટેબલ હોવાથી અને શ્વાસોશ્વાસ સામાન્ય હોવાનું એનસ્થેટિક (બેભાન કરનાર) ડૉક્ટરે કન્ફર્મ કરતાં હું મારી બીજી બ્રાન્ચ પર સર્જરી માટે નીકળ્યો હતો. ત્યારબાદ રાત્રે 9.47 વાગ્યે મને સ્ટાફનો ફોન આવ્યો કે દર્દી ભાનમાં આવી ગયા છે, બેઠા થઈને ફાઈટ પણ કરી પરંતુ, સડનલી તેમને 'સડન કાર્ડિયાક અરેસ્ટ' (હૃદયરોગનો હુમલો) આવ્યો. સ્ટાફે સીપીઆર (CPR) આપીને બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ, દર્દી રિવાઈવ થઈ શક્યા નહીં. હોસ્પિટલ શરૂ કર્યાના 6 મહિનામાં મેં 100થી વધુ સફળ ઓપરેશન કર્યા છે અને આ એક કમનસીબ તબીબી ઘટના છે, કોઈ બેદરકારી નથી." પેનલ પીએમ (PM) રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે: ડિંડોલી પોલીસ આ ચકચારી હોબાળા અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. વાઘેલાએ જણાવ્યું હતું કે, "ગઈકાલે સચિન તરફથી આવેલા પેશન્ટ ધરમવીરસિંહનું પથરીના ઓપરેશન બાદ મોત થતાં પરિવારે તબીબી પ્રક્રિયા સામે અસંતોષ વ્યક્ત કરીને હોબાળો કર્યો હતો. પોલીસ તંત્રે તાત્કાલિક મામલાની ગંભીરતા જોઈને કાયદાકીય પ્રોટોકોલ મુજબ પેનલ ડૉક્ટરો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરાવ્યું છે." વધુમાં તેઓએ જણાવ્યું કે, "આજે હોસ્પિટલ બહાર જ્યારે મૃતદેહ લાવીને વિરોધ કરાયો, ત્યારે પોલીસે તાત્કાલિક દોડી જઈને બંને પક્ષોને કાયદાની સમજ આપી શાંત પાડ્યા છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની સત્તાવાર કાર્યવાહી પોસ્ટમોર્ટમના ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ જ હાથ ધરવામાં આવશે."
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 'સંગીત સે સેવા' કાર્યક્રમ યોજાયો:હેરીટેજ કારાઓકે ગૃપે ગૌ સેવા અને સમાજ સેવાનો સંદેશ આપ્યો
    Next Article
    પાટણમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ:ગુજરાત લલિત કલા અકાદમી અને યુવા પ્રવૃત્તિ કચેરી દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment