Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'સંગીત સે સેવા' કાર્યક્રમ યોજાયો:હેરીટેજ કારાઓકે ગૃપે ગૌ સેવા અને સમાજ સેવાનો સંદેશ આપ્યો

    1 week ago

    પાટણમાં હેરીટેજ કારાઓકે ગૃપ દ્વારા 'ધ વેલ્વેટ વોઈસીસ ઓફ બોલીવુડ' શીર્ષક હેઠળ એક સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગીત દ્વારા ગૌ સેવા અને સમાજ સેવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો. સંગીત ક્ષેત્રે ટૂંકા ગાળામાં ખ્યાતિ મેળવનાર હેરીટેજ કારાઓકે ગૃપે સુરેશ વાડેકર, મનહર ઉધાસ અને અભિજીતના સુરીલા ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં એ.પી.એમ.સી.ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે અંબિકા શાક માર્કેટના ચેરમેન મનોજભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગૃપનો મુખ્ય ઉદ્દેશ સંગીત કાર્યક્રમોથી થતી આવકનો ઉપયોગ સમાજ સેવા માટે કરવાનો છે. આ નિર્ધાર હેઠળ, ગૃપે માનવ સેવાથી લઈને જીવદયા સુધીના કાર્યો કરવાનું નક્કી કર્યું છે. આ પ્રસંગે ગૌ પ્રેમી બાલબ્રહ્મચારી મુકુન્દ પ્રકાશજીએ ખાસ હાજરી આપી હતી. મુકુન્દ પ્રકાશજીએ શ્રોતાઓને આગામી 1 થી 7 ડિસેમ્બર દરમિયાન પૌરાણિક સરસ્વતી નદીના કિનારે રમેશભાઈ ઓઝાના પવિત્ર કંઠે આયોજિત શ્રીમદ્ ભાગવત ગૌ કથા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સનાતન સંસ્કૃતિમાં સંગીતનું મહત્વ સમજાવ્યું અને ગૌ કીર્તન દ્વારા આધ્યાત્મિક અનુભૂતિ કરાવી, સૌને ગૌ કથામાં જોડાવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં 'આપણું ઘર' નામના અનાથાશ્રમના યુવા સંચાલક જલ્પાબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી શૈલીમાં ગુજરાતી ગરબાની સુરાવલી રજૂ કરી હતી. આ અનાથાશ્રમની મદદ માટે ઉમેશ ઇન્ડસ્ટ્રીઝ, હારીજના રાજેશભાઈ મિરાણીએ આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ત્રીસથી વધુ ઉભરતા ગાયકોએ બોલીવુડના ત્રણેય ગાયકોના ગીતો રજૂ કર્યા હતા. ઇરા પટેલે મનહર ઉધાસની પ્રખ્યાત ગુજરાતી ગઝલ 'શાંત ઝરૂખે વાટ નીરખતી' પોતાની આગવી શૈલીમાં રજૂ કરી, જેને દર્શકોએ ખૂબ જ આનંદપૂર્વક વધાવી લીધી હતી. કાર્યક્રમમાં મહેમાનોની સુવિધાઓની કાળજી હેરીટેજના ડાયરેક્ટર ઉદયભાઈ પટેલ, સંજયભાઈ ખમાર અને રાજીવભાઈ ત્રિવેદીએ લીધી હતી. સમગ્ર સંગીતમય કાર્યક્રમનું સંચાલન ડૉ. આશુતોષ પાઠક, જતીનભાઈ રાવલ અને પ્રતીકભાઈ પટેલે સુપેરે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોદી સરકારની 12 વર્ષની સિદ્ધિઓ:પ્રભારી મંત્રી બરંડાએ વિકાસયાત્રા, સુશાસન અને ઐતિહાસિક સિદ્ધિઓ ગણાવી; વૈશ્વિક સર્વેમાં 75% અપ્રુવલ રેટિંગ સાથે મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા
    Next Article
    સુરતની ખાનગી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન બાદ દર્દીનું શંકાસ્પદ મોત:પરિવારે હોબાળો મચાવતા ડૉક્ટર હોસ્પિટલમાં પુરાયા, સ્વજનનો મૃતદેહ બહાર મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment