Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી:બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા પાસે સરપ્રાઇઝ ચેકિંગ કરી દંડ ફટકાર્યો

    1 day ago

    પાટણ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાટણ બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી. શહેરના વ્યસ્ત ગણાતા બગવાડા દરવાજા વિસ્તારમાં આજે બપોરના સમયે બી ડિવિઝન પોલીસ દ્વારા આ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું. પાટણ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર નીરવ શાહની સીધી દેખરેખ હેઠળ પોલીસ સ્ટાફે બગવાડા દરવાજા ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ, નંબર પ્લેટ વગરના અથવા શંકાસ્પદ વાહનો, ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકો તેમજ મોટરસાયકલ પર ત્રણ સવારી જતા વાહનચાલકોને સ્થળ પર જ રોકી દંડ અને મેમો ફટકારવામાં આવ્યા. પોલીસની આ અચાનક અને કડક કાર્યવાહીને પગલે નિયમોનું ઉલ્લંઘન કરીને ફરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે આવી ઝુંબેશ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    આરોપીને આજીવન કારાવાસની સજા:પડોશમાં રહેતા સગાને પત્ની સાથે આડાસંબંધ હોવાનો આક્ષેપ કરી તલવારથી રહેંસી નાખ્યો
    Next Article
    તવડીમાં નળ કનેક્શન વિવાદ:ફરિયાદ કરનારના ઘરેથી દારૂ પકડાયો, પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment