Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીને આજીવન કારાવાસની સજા:પડોશમાં રહેતા સગાને પત્ની સાથે આડાસંબંધ હોવાનો આક્ષેપ કરી તલવારથી રહેંસી નાખ્યો

    1 day ago

    અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકે વર્ષ 2022 માં 23 વર્ષીય આરોપી આબિદ ખાન પઠાણ સામે IPC ની કલમ 302 અંતર્ગત હત્યાનો ગુન્હો નોંધાયો હતો. તેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ફરિયાદીના દીકરા પર તેની પત્ની સાથે આડા સંબંધનો આક્ષેપ કેસને વિગતે જોતા આરોપી અને ફરિયાદી બંને સગામાં થાય છે. બંને એકબીજાના પડોશમાં રહેતા હતા. આરોપીએ ફરિયાદીના દીકરા ઉપર તેની પત્ની સાથે આડા સંબંધ રાખવાના આક્ષેપ સાથે સવારમાં ઝઘડો કર્યો હતો અને તેને પેટમાં તલવાર મારી, ત્યાંથી ભાગી ગયો હતો. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો ઘાયલને પેટમાંથી લોહી નીકળતા તેને પેટે દુપટ્ટો બાંધીને રિક્ષામાં શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે 23 સાહેદ અને 18 પુરાવા તપાસીને આરોપીને ઉપરોક્ત સજા ઉપરાંત 11 હજારનો દંડ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી પ્રફુલ પાનસેરિયા ભક્તિમાં લીન:કરતાલ લઈને મંદિરમાં બેસી ગયા, કૌશિક વેકરિયાએ અધિકારીઓને હંફાવી દીધા, અમદાવાદમાં પટેલ સાહેબના આદેશનો ઉલાળિયો
    Next Article
    પાટણમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી:બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા પાસે સરપ્રાઇઝ ચેકિંગ કરી દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment