Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નળ કનેક્શન વિવાદ: ફરિયાદ કરનારના ઘરેથી દારૂ પકડાયો:તવડીમાં પોલીસ કાર્યવાહી, પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો

    6 days ago

    નવસારીના તવડી ગામમાં પીવાના પાણીના નળ કનેક્શન કાપવા બાબતે શરૂ થયેલો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે સરપંચ વિરુદ્ધ તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરનાર વ્યક્તિના ઘરેથી પોલીસે મોટા પ્રમાણમાં દેશી દારૂ અને વોશનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ફરિયાદ કરનાર યુવક વિરુદ્ધ જ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તવડી ગામના રહેવાસી હરેશ નાયકાના ઘરનું પાણીનું નળ કનેક્શન ગામના સરપંચ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું. આ બાબતે હરેશ નાયકાએ તાલુકા પંચાયત કક્ષાએ સરપંચ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી હતી. પોતાની વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાની જાણ થતાં જ મહિલા સરપંચ અને તેમની સાથે અન્ય મહિલાઓ હરેશ નાયકાના ઘરે પહોંચી હતી. સરપંચ અને ફરિયાદ કરનાર પરિવાર વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા ગામમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને પક્ષોને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિવાદનું મૂળ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને હરેશ નાયકાના ઘર પર શંકા જતાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તપાસ કરતા હરેશના ઘરેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો 2 લીટર દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો 200 લીટર વોશનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા 5,500/- ની કિંમતનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાણીના નળ કનેક્શનના વિવાદમાં ફરિયાદ કરનાર હરેશ નાયકા વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Alia Bhatt on balancing friendships and stardom: ‘We are nine girls in total’
    Next Article
    પાટણમાં મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો:હાઈરિસ્ક કેસમાં સફળ સિઝેરિયન, ત્રણેય શિશુઓ તંદુરસ્ત; ડોક્ટરે કહ્યું, 'હજારોમાં આવો એક કેસ બને છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment