Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશી ક્રિકેટરને પોલીસે રસ્તા પર માર માર્યો:ગળું પકડીને ગાડીમાં બેસાડ્યો, પછી લાકડીથી માર્યો; એરપોર્ટથી ઘરે જઈ રહ્યા હતા નઈમ હસન

    1 week ago

    બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના સ્પિનર નઈમ હસને ચટગાંવ પોલીસ પર મારપીટ અને ગાળો આપવાનો આરોપ લગાવ્યો છે. નઈમનો દાવો છે કે પોલીસકર્મીઓએ તેને ગળું પકડીને ગાડીમાં બેસાડ્યો અને પછી લાકડીથી માર માર્યો. 26 વર્ષના ક્રિકેટરે કહ્યું- મેં અધિકારીઓને મારા નેશનલ ક્રિકેટર હોવાની વાત પણ કહી, પરંતુ તેઓ રોકાયા નહીં. નઈમ ઢાકા પ્રીમિયર લીગમાં પ્રાઈમ બેંક ક્રિકેટ ક્લબ માટે પોતાની છેલ્લી મેચ રમ્યો પછી 12 જૂનની રાત્રે ફ્લાઈટથી ચટગાંવ પહોંચ્યો હતો. તે રાત્રે 11:25 વાગ્યે CNG ઓટોથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે લંકન બજાર ફ્લાયઓવર નીચે પોલીસે તેનું વાહન રોકી લીધું અને મારપીટ કરી. ઢાકા ટ્રિબ્યુન અનુસાર ત્રણ અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે. નઈમ ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ માટે બાંગ્લાદેશની ટેસ્ટ ટીમમાં પસંદગી પામ્યા છે. નઈમ બોલ્યા- મને માર માર્યો…ગાળો પણ આપી ડેપ્યુટી કમિશનર બોલ્યા- તપાસ કરી રહ્યા છીએ, દોષિતો સામે કાર્યવાહી થશે ચટગાંવ મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર અમીરુલ ઇસ્લામે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિત જણાશે તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસની છબી અને વ્યાવસાયિક આચરણ સંબંધિત બાબતોમાં વિભાગની ઝીરો ટોલરન્સ નીતિ છે. BCBએ નિષ્પક્ષ તપાસ, દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડે આ મામલાને અત્યંત ગંભીર ગણાવતા નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કાર્યવાહીની માગ કરી છે. BCBએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે - 'કાયદા અમલીકરણ એજન્સીઓના કેટલાક સભ્યોએ નઈમ હસન સાથે કરેલા કથિત વર્તન અસ્વીકાર્ય અને અયોગ્ય છે.
    Click here to Read More
    Previous Article
    5 killed in Indian Air Force plane crash in Assam’s Jorhat
    Next Article
    નેટફ્લિક્સ 'લોકઅપ' સુધી શા માટે પહોંચ્યું?:વૈશ્વિક બ્રાન્ડની સૌથી મોટી બેચેની, દબાણ અને ભારતના બદલાતા OTT બજારની અસલી કહાની

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment