Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકમાસમાં સંતવાણી:સુખ પવિત્ર વિચારો અને વ્યવહારમાં છે, પદાર્થમાં નહીં: સાધુ પ્રેમવત્સલદાસજી

    1 week ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે સુખની વ્યાખ્યા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે મોટાભાગના લોકો સુખ પાછળ દોડી રહ્યા છે, પરંતુ સાચું સુખ ક્યાંથી મળે છે તે સમજવું જરૂરી છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક કહ્યું કે, સુખ ભૌતિક પદાર્થોમાં નથી, પરંતુ આપણા પવિત્ર વિચારો અને સારા વ્યવહારમાં રહેલું છે. તેમણે ઘરને ઉર્જા કેન્દ્ર ગણાવ્યું અને કહ્યું કે જો ઘરમાં શાંતિ હશે તો જ જીવનમાં આનંદ ટકી રહેશે. તેમણે પારિવારિક સંબંધોમાં સુખ જાળવવા માટે કેટલાક સૂચનો કર્યા હતા. તેમણે કહ્યું કે પરિવારના સભ્યોને માત્ર સાંભળવા નહીં, પરંતુ તેમને સમજવા પણ જરૂરી છે. 'મારું જ ધાર્યું થાય' એવી જીદ છોડીને 'બધાને અનુકૂળ શું છે' તે પ્રમાણે વર્તવું જોઈએ. પરિવારના સભ્યોના કાર્યને બિરદાવવું જોઈએ, પછી ભલે તે પત્નીની રસોઈ હોય કે બાળકના અભ્યાસનું પરિણામ. જો કોઈ ખામી હોય તો તે કહેતા પહેલા તેમની ખૂબીઓનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. જ્યાં જતું કરવાની ભાવના હોય છે, ત્યાં જ સુખની સ્થાપના થાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કાર્યક્ષેત્રમાં પણ સારો વ્યવહાર જાળવવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે સહકર્મીઓ સાથે સ્પર્ધાને બદલે સહકારની ભાવના રાખવી જોઈએ. કામને બોજ ન ગણતા તેને ફરજ સમજીને સારી રીતે કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, જો કામમાં આનંદ શોધવામાં આવે તો થાક લાગતો નથી, પરંતુ જો પરિણામમાં આનંદ શોધવામાં આવે તો તણાવ વધે છે. આ લૌકિક સુખની વાત કર્યા બાદ તેમણે આધ્યાત્મિક સુખ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભગવાન સંબંધી સુખ પ્રાપ્ત કરવા માટે ઘરમાં નિત્ય ધૂન, ભજન, પ્રાર્થના અને ઘરસભા કરવી પડશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જેટલી ભક્તિ કરવામાં આવશે, તેટલા જ સુખી થવાશે. જેમ કંસારમાં ગળપણ હોય તો જ મજા આવે, તેમ સંસારમાં ભગવાન હોય તો જ સાચો આનંદ પ્રાપ્ત થઈ શકે છે, એમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરનું સ્ટિંગ, શિક્ષણ વિભાગના તપાસના આદેશ:જૂનાગઢની ગુજરાત એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ-સિમકાર્ડ મળ્યા; વર્ષે 1,000 એડમિશન, કેટલાકે સરકારી નોકરી લીધી, મોટા માથાઓની સંડોવણી
    Next Article
    લીમખેડા ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ પ્રદિપ પ્રજાપતિ બન્યા:વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા ભાજપ દ્વારા નવી નિમણૂકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment