Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એમની ડિગ્રીનું શું અથાણું નાખું?':અનિલ કપૂર મોટી યુનિવર્સિટીઓમાં ભણેલા લોકો પર ભડક્યા, કહ્યું- 'અહીં ગોખણિયું જ્ઞાન નહીં ચાલે'

    1 day ago

    અનિલ કપૂરે ‘બિગ બોસ OTT 3’ હોસ્ટ કર્યા પછી હવે એક નવા રિયાલિટી શો ‘ઇન્ડિયા કે ટોપ 1%’ની જાહેરાત કરી છે. મેકર્સે તાજેતરમાં તેનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં અનિલ કપૂર અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. 'માત્ર ડિગ્રી નહીં, મગજ ચાલશે' પ્રોમોમાં અનિલ કપૂર એક મીટિંગમાંથી બહાર નીકળે છે અને ટાઈ ઢીલી કરતા કહે છે, “કોઈપણ મીટિંગમાંથી નીકળો તો દિમાગનું શૉટ થઈ જાય છે. કોઈ હાર્વર્ડથી, કોઈ હાવડાથી છે. એમની ડિગ્રીનું શું અથાણું નાખું? સરળ પ્રશ્નો પૂછો તો રટ્ટુ પોપટની જેમ પુસ્તકમાં ઘૂસી જાય છે.” આ પછી અનિલ કપૂર એક વ્યક્તિને તેમનો વીડિયો રેકોર્ડ કરતા જુએ છે અને તેના પર નારાજ થાય છે. પછી તે કહે છે કે એવો શો બનાવવામાં આવશે, જ્યાં માત્ર ડિગ્રી નહીં, પરંતુ દિમાગ ચાલશે અને કોઈ પણ યોગ્ય વ્યક્તિ ભારતના ટોપ 1%માં સામેલ થઈ શકે છે. ક્યાં જોઈ શકાશે શો? ‘ઇન્ડિયાના ટોપ 1%’નું પ્રીમિયર સ્ટાર પ્લસ અને જિયો હોટસ્ટાર પર કરવામાં આવશે. જોકે, શોની રિલીઝ ડેટની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પ્રોમોના અંતમાં અનિલ કપૂર પોતાના ગીત ‘માય નેમ ઇઝ લખન’ પર ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન એક વ્યક્તિ તેમને કહે છે, “સર, આધાર કાર્ડમાં તો અનિલ કપૂર નામ છે.” આના પર અનિલ કપૂર જવાબ આપે છે, “વધુ ફ્રી ન બન, કાલે મને મળજે.” અનિલ કપૂર ફિલ્મ 'આલ્ફા'માં જોવા મળશે વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનિલ કપૂર ટૂંક સમયમાં YRF સ્પાય યુનિવર્સની સાતમી ફિલ્મ 'આલ્ફા'માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 3 જુલાઈ 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત, એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'માં પણ જોવા મળશે. જ્યાં સુધી અનિલ કપૂરની વાત છે, તેઓ છેલ્લે 'સૂબેદાર' ફિલ્મમાં પૂર્વ સૈનિક અર્જુન મૌર્યના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 5 માર્ચે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. શાહરૂખ ખાને 'સૂબેદાર'ની પ્રશંસા કરી શાહરૂખ ખાને 'સૂબેદાર' ફિલ્મની પ્રશંસા કરતા અનિલ કપૂરના અભિનયને શાનદાર ગણાવ્યો હતો. 'કિંગ ખાને' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “સૂબેદારનો પૂરેપૂરો આનંદ માણ્યો. અનિલ કપૂર પર હંમેશા ભરોસો કરી શકાય છે કે તેઓ દરેક રોલમાં પોતાનો પૂરો દમ લગાવી દે છે. તેમનો શાંત પણ પ્રભાવી અભિનય પ્રેરણાદાયક છે અને એક્શન પણ ખૂબ જ શાનદાર છે. આદિત્ય રાવલ, સૌરભ શુક્લા, મોના સિંહ, ફૈઝલ મલિક, રાધિકા મદન, દરેક પાત્રને અલગ-અલગ સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે અને તમે બધાએ શાનદાર કામ કર્યું છે. સુરેશ ત્રિવેણી અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ પ્રેમ.”
    Click here to Read More
    Previous Article
    India vs Afghanistan LIVE Score, 1st ODI: Rain delays toss in IND vs AFG series opener in Dharamsala
    Next Article
    જમીન પર ભમરડાંની જેમ ગોળ-ગોળ ફરતું રહ્યું હેલિકોપ્ટર:2 ટુકડા થયાં, જમીન અને હેલિકોપ્ટરની વચ્ચે અથડાતો રહ્યો પાયલટ, ચીનમાં શ્વાસ અધ્ધર કરી દેતો અકસ્માત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment