Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેનિટેશન વિભાગનું ખાસ ઓરિએન્ટેશન:શાકમાર્કેટના વેપારીઓને કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે કરાયા જાગૃત

    6 days ago

    મનપાના સેનિટેશન વિભાગની વિશેષ ટીમો દ્વારા શહેરના સૌથી ધમધમતા એવા લીમડા ચોક શાકમાર્કેટ અને વાડી પ્લોટ શાકમાર્કેટ વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન સેનિટરી અધિકારીઓ દ્વારા તમામ નાના-મોટા શાકભાજી અને ફળ-ફળાદીના વેપારીઓને એકત્રિત કરીને ઘન કચરા વ્યવસ્થાપન ના નિયમો અંગે સઘન અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ​આ વિશેષ કાર્યક્રમ દરમિયાન સેનિટેશન વિભાગના કર્મચારીઓએ વેપારીઓને માર્કેટ વિસ્તારમાં ગમે ત્યાં કચરો ફેંકીને ગંદકી ન ફેલાવવા અને કચરાનો માત્ર નક્કી કરાયેલા સત્તાવાર સ્થળે જ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સમજ આપવી હતી. પર્યાવરણની રક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણના કાયમી નિકાલ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા પણ ભારપૂર્વક જણાવાયું હતું. મહાનગર પાલિકાની આ પ્રશંસનીય કવાયતમાં સહભાગી થતાં તમામ વેપારીઓએ પણ તંત્રના આ સ્વચ્છતા મિશનમાં પૂરતો સહકાર આપવાની અને ગ્રાહકોને પણ જાગૃત કરવાની ખાતરી આપી હતી, જે શહેરના પર્યાવરણ સુધારણા માટે આવકારદાયક પગલું છે. કચરાના ચાર પ્રકારનું સચોટ વર્ગીકરણ સમજાવ્યું ​ કેમ્પ દરમિયાન વેપારીઓને કચરાના સોર્સ સ્તરે જ ચાર અલગ-અલગ ભાગમાં વર્ગીકરણ કરવાની સમજ અપાઈ હતી. જેમાં ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનિટરી કચરાને અલગ-અલગ ડસ્ટબિનમાં એકત્રિત કરી પાલિકાના કલેક્શન વાહનને સોંપવા અનુરોધ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    બોર્ડનું રિઝલ્ટ, LC સહિતના ડોક્યુમેન્ટની ચોરી ગયા-CCTV:200થી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા, અમદાવાની SS ડિવાઇન સ્કૂલના પૂર્વ સંચાલકનું કારસ્તાન, સોલા પોલીસમાં અરજી
    Next Article
    "I Deserve This Hate": Comedian Pranit More After 'Rs 370 Ki Biryani' Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment