Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોર્ડનું રિઝલ્ટ, LC સહિતના ડોક્યુમેન્ટની ચોરી ગયા-CCTV:200થી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા, અમદાવાની SS ડિવાઇન સ્કૂલના પૂર્વ સંચાલકનું કારસ્તાન, સોલા પોલીસમાં અરજી

    6 days ago

    અમદવાદના સ્વામી સહજાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત SS ડિવાઇન સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે. સ્કુલનું અગાઉ સંચાલન કરતા નિર્માણ સ્કૂલના કર્મચારીઓએ જ SS ડિવાઇન સ્કૂલમાં વિદ્યાર્થીઓના એલસી અને માર્કશીટ સહિતના મહત્વના ડોક્યુમેન્ટની ચોરી કરી છે જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ છે. સહજાનંદ ટ્રસ્ટે સોલા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આશિષ દેસાઈએ સ્કૂલને ડમી સ્કૂલ તરીકે ચલાવી ને હટાવાયા સાયન્સ સીટી રોડ પર એસ. એસ. ડિવાઇન સ્કૂલ આવેલી છે, જેનું સંચાલન સ્કૂલના મૂળ ટ્રસ્ટ સ્વામી સહજાનંદ દ્વારા નિર્માણ સ્કૂલના આશિષ દેસાઈને આપવામાં આવ્યું હતું. આશિષ દેસાઈએ સ્કુલનું સંચાલન કરતા સ્કૂલને ડમી સ્કૂલ તરીકે ચલાવવામાં આવતી હતી, જેના કારણે સ્કૂલની છબી ખરાબ થઈ હતી. આશિષ દેસાઈના સંચાલનને કારણે સ્કૂલને નોટિસ પણ મળી હતી. જેથી સહજાનંદ ટ્રસ્ટ આશિષ દેસાઈને સંચાલનમાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. માર્કશીટ, LC સહિતના ડોક્યુમેન્ટની ચોરી, પોલીસ સ્ટેશનમાં અરજી આશિષ દેસાઈ પાસેથી એસ. એસ. ડિવાઇન સ્કૂલનો વહીવટ જતો રહેતા આશિષ દેસાઈએ તેમના કર્મચારીઓ દ્વારા રાતોરાત એસ.એસ. ડિવાઇન સ્કૂલમાંથી ધો. 10ના વિદ્યાર્થીઓના LC, માર્કશીટ સહિતના ચોરી કરવા આવ્યા હતા. કર્મચારીઓએ જે દસ્તાવેજો ચોરી કર્યા તે અંગેની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે અંગે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. સોલા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 200થી વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે મુશ્કેલીમાં મુકાયા એસ.એસ. ડિવાઇન સ્કૂલના વિદ્યાર્થીઓના એલસી, માર્કશીટ તો ચોરી કર્યા છે, સાથે જનરલ રજિસ્ટર,કોમ્પ્યુટરની પણ ચોરી કરી છે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલસી ચોરી થવાના કારણે 200થી વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. સાથે સ્કુલનું મુખ્ય રજિસ્ટર ચોરી કરવામાં આવ્યું છે જેનાથી સ્કુલનું સંચાલન કરવામાં મુશ્કેલી આવે છે. CBSEએ સ્કૂલ પર કાર્યવાહી પણ કરી હતી આશિષ દેસાઈ વસ્ત્રાપુરમાં નિર્માણ સ્કૂલ ચલાવે છે. આશિષ દેસાઈની નિર્માણ સ્કૂલમાં પણ ડમી સ્કૂલ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી જેના કારણે CBSE દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આશિષ દેસાઈએ એસ એસ ડિવાઇન સ્કૂલને પણ ડમી સ્કૂલ તરીકે ચલાવી હતી જેથી આશિષ દેસાઈ ડમી સ્કૂલ ચલાવતા હોવાની જ ચર્ચા છે.આશિષ દેસાઈ અગાઉ વાસણામાં પણ એક સ્કૂલમાં સંચાલનમાં વિવાદમાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટવાસીઓની આતુરતાનો અંત:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂ. 74.32 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત સાંઢિયાપુલનું લોકાર્પણ કર્યું, ખુલ્લી જીપમાં સવારી કરી ટ્રાફિક ખોલવા સૂચના આપી
    Next Article
    સેનિટેશન વિભાગનું ખાસ ઓરિએન્ટેશન:શાકમાર્કેટના વેપારીઓને કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે કરાયા જાગૃત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment