Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મેગા રક્તદાન શિબિર યોજાઈ:અદાણી અંબુજા સિમેન્ટ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજન

    23 hours ago

    બોટાદ: બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા મહાદેવ ગાર્ડન ખાતે અદાણી અંબુજા સિમેન્ટ અને રાજકોટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. બોટાદ શહેરના સતવારા સમાજના યુવાનો, સ્થાનિક નાગરિકો, ડીલર્સ, મેસન (કડિયા ભાઈઓ) તેમજ કંપનીના કર્મચારીઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવ સેવામાં યોગદાન આપ્યું હતું. રક્તદાન કરવા આગળ આવેલા તમામ દાતાઓને સંસ્થા તરફથી અભિનંદન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સતવારા સમાજના યુવા કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ હર્ષદભાઈ મકવાણા, હાર્દિકભાઈ મકવાણા અને મનોજભાઈ બોટાદરાએ સઘન પ્રયાસો કર્યા હતા. અંબુજા સિમેન્ટ તરફથી કાર્યક્રમનું સંચાલન કરનાર અજયભાઈ કણજરીયા અને ઋષિકભાઈ પરમારનો પણ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર બોટાદ પંથકમાં આ સફળ અને પ્રેરણાદાયી રક્તદાન શિબિરની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મમતાના ભત્રીજાના અભિષેકનાં ઘરે રાતે 3 વાગ્યે પોલીસ ત્રાટકી:ચાર કલાક સુધી તપાસ કરી, બહાર સેન્ટ્રલ ફોર્સના જવાનો ઊભા રહ્યા; તાળું તોડીને ઘૂસ્યા હોવાનો આરોપ
    Next Article
    Rohit Sharma Set To Break Mohinder Amarnath's Long-Standing Record In 1st Afghanistan ODI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment