Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોયબામાં ફેકટરીમાં આગ:રબ્બર સળગવાને લીધે ભયંકર દુર્ગધ પ્રસરી, લોકોને શ્વાસમાં મુશ્કેલી સર્જાઇ

    2 दिन पहले

    મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આગજનીના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. શુક્રવારે આવી જ એક આગની ઘટનાએ ફાયર વિભાગને દોડતું કર્યું હતું. રબ્બરની ફેક્ટરીમાં સવારે લાગેલી આગને બુઝાવવા મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રાના મળીને 6 ફાયર બ્રાઉઝરની મદદ લેવી પડી હતી. હળવદ તાલુકામાં આવતા કોયબા ગામમાં રબ્બરના ટાયર બનાવતી ફેક્ટરીમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. રબ્બરના ટાયર અને કાચો માલ હોવાના કારણે અંગે ગણતરીની મિનીટમાં આગેમોટું રૂપ લઇ લીધું હતું, જે બાદ ફેકટરીમાંથી ફાયર વિભાગને કોલ જતાં હળવદ ફાયર શાખાની ટીમ પહોંચી હતી. જો કે આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરાયો હતો અને હળવદ ઉપરાંત મોરબીના 3 ફાયર બ્રાઉઝર, ધ્રાંગધ્રાના 1 અને સુરેન્દ્રનગરના એક ફાયર બ્રાઉઝરની મદદ લેવી પડી હતી અને કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. રબ્બરના સળગવાના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી ગઈ હતી જેના કારણે ફાયર કર્મીઓની સાથે ફેકટરીમાં રહેતા અને આસપાસ વિસ્તારમાં પણ લોકોને પરેશાની ઉઠાવી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    વિવાદમાં આવેલી IDP સ્કૂલના બે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરાયા:નિવૃત શિક્ષક સાથે ગેરવર્તણૂક કરી હતી, DEO તપાસમાં બેદરકારી સામે આવતા બંનેને 'ગેટ આઉટ' કરાઈ
    Next Article
    Karisma Kapoor Shares Heartfelt Post On Ex-Husband Sunjay Kapur's First Death Anniversary: "In Our Hearts Forever"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment