Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદમાં આવેલી IDP સ્કૂલના બે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરાયા:નિવૃત શિક્ષક સાથે ગેરવર્તણૂક કરી હતી, DEO તપાસમાં બેદરકારી સામે આવતા બંનેને 'ગેટ આઉટ' કરાઈ

    2 days ago

    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી IDP સ્કૂલના બે કર્મચારીઓએ ગેરવર્તણૂક કરવાના વાયરલ વીડિયો બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના બાદ શાળાએ કાર્યવાહી કરી છે. અનુભવનું પ્રમાણપત્ર લેવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત શિક્ષક સાથે સ્કૂલના કર્મચારીઓએ ગેરવર્તણૂક કરી તેમને ગેટ આઉટ કહી કેમ્પસની બહાર કાઢી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમની તપાસ બાદ શાળા દ્વારા બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિવૃત શિક્ષકને ગેટ આઉટ કહી કેમ્પસની બહાર જવા કહ્યું ને વિવાદ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી IDP સ્કૂલમાં નિવૃત્ત શિક્ષક સાથે થયેલી ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ થયો હતો. અગાઉ શાળામાં સેવા આપી ચૂકેલા 69 વર્ષીય શિક્ષક અનુભવનું પ્રમાણપત્ર મેળવવા માટે સ્કૂલમાં પહોંચ્યા હતા. શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય સંબંધિત અનુભવનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું. પરંતુ શાળા તરફથી તેમને એક્ટિવિટી ટીચર તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે શિક્ષકે યોગ્ય અનુભવનું પ્રમાણપત્ર આપવાની માંગણી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ શાળાની બે મહિલા કર્મચારીઓ શિક્ષક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. નિવૃત શિક્ષકને ગેટ આઉટ કહી કેમ્પસની બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. અંતે શિક્ષકને પ્રમાણપત્ર આપ્યા વિના જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સ્કૂલે દોડી ગયા હતાં આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા શિક્ષણાધિકારી પણ દોડતા થઈ ગયા હતા. તેમજ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ તેમને પણ શાળામાં પ્રવેશ કરવા દેવામાં આવ્યા નહતા. જેથી DEO શાળામાં હાજર તમામ સ્ટાફની ઉધડો લઈ લીધો હતો. તેમજ શાળાને નોટિસ ફટકારી તપાસ કમિટીને સમગ્ર ઘટનાની તપાસ કરી રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી હતી. બંને કર્મચારીઓની ભૂલ હોવાનું સામે આવ્યું ને 'ગેટ આઉટ કરાયા' જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ તપાસ રિપોર્ટ સોંપ્યો છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને કર્મચારીઓની ભૂલ હોવાનું સામે આવ્યું હતું. જેથી બીજી કોઈ શાળાના કર્મચારીઓ નિવૃત શિક્ષક કે અન્ય કોઈ સાથે આ પ્રકારે ગેરવર્તણૂક ન કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ વિવાદમાં આવતા બંને મહિલા કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ શાળાને સમગ્ર બાબતે ખુલાસો કરવા સૂચના પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Trump blames Iran for attacks on ships with Indians; AI171 families seek answers a year after crash
    Next Article
    કોયબામાં ફેકટરીમાં આગ:રબ્બર સળગવાને લીધે ભયંકર દુર્ગધ પ્રસરી, લોકોને શ્વાસમાં મુશ્કેલી સર્જાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment