Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમિશનરનો કડક સંદેશ, જાહેરમાં ગંદકી કરશો તો દંડ ભરવો પડશે:દબાણ હટાવાશે; ધારાસભ્ય-સાંસદે ગટર, પાણીના પ્રશ્નો ઉઠાવ્યા

    1 week ago

    કરમસદ-આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક શુક્રવારે કમિશનર આર. એન. ડોડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અને વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. કમિશનર આર. એન. ડોડીયાએ જણાવ્યું હતું કે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલનથી કામ કરી પ્રજાની સુખાકારીને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ, જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવા અને જાહેર રસ્તા પરના કોઈપણ પ્રકારના ગેરકાયદે દબાણ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી હતી. બેઠક દરમિયાન સાંસદ મિતેશભાઈ પટેલે ટીપી-10 વિસ્તારમાં રોડની વચ્ચે આવેલા હાઈ ટેન્શન પાવર ટાવરની લાઈન ખસેડવા, કૈલાશ ફાર્મ રોડ પર ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ બાકરોલ વિસ્તારની સોસાયટીઓમાં ડ્રેનેજ કનેક્શનના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સ્ટોર્મ વોટર લાઈન બાદ નવા રસ્તાઓનું નિર્માણ, જરૂરી સ્થળોએ સીસી રોડ, નલ સે જલ યોજના હેઠળ પીવાના પાણીની સુવિધા, ગટરલાઈન વગરના વિસ્તારોમાં તાકીદે ગટર વ્યવસ્થા તેમજ વલ્લભ વિદ્યાનગરના ભાઈકાકા ચાર રસ્તા પર ટ્રાફિકના વધતા ભારણને ધ્યાનમાં રાખી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત, ધારાસભ્યએ રેલવે સ્ટેશન સામે મહાનગરપાલિકાની જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની સફળ કામગીરી બદલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર પી.આર. સંગાડા, એસ.કે. ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, સીટી ઇજનેર જીગર પટેલ સહિત આરોગ્ય, જમીન માપણી, ફાયર વિભાગ અને સંકલન સમિતિના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોચાસણમાં ‘પ્રગતિપથ યાત્રા’ કાર્યક્રમ યોજાયો:બોચાસણની વલ્લભ વિદ્યાલય ખાતે આયોજન કરાયું
    Next Article
    કેમિકલ વેપારી સાથે કરોડોની ઠગાઇ:મુખ્ય સૂત્રધાર દીપેશ ઠક્કર અને સાગરીતો સામે મુંબઈ કોર્ટમાં કેસ, રૂ.2.48 કરોડ અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment