Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોચાસણમાં ‘પ્રગતિપથ યાત્રા’ કાર્યક્રમ યોજાયો:બોચાસણની વલ્લભ વિદ્યાલય ખાતે આયોજન કરાયું

    1 week ago

    રાજ્ય સરકારની ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત શુક્રવારે બોચાસણની વલ્લભ વિદ્યાલય ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્વે મંત્રીએ પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પૂજ્ય રવિશંકર મહારાજનું જીવન સમાજ સેવા અને માનવ કલ્યાણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ"ના મંત્રને જીવનમાં ઉતારવા તેમજ સકારાત્મક વિચારોથી સમાજમાં પરિવર્તન લાવવાનો સંદેશ આપ્યો હતો. મંત્રીએ સરકારી કર્મચારીઓ, સરપંચો અને જનપ્રતિનિધિઓને પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન રહી લોકઉપયોગી કામગીરી કરવા અપીલ કરી હતી. તેમણે પૂજ્ય રવિશંકર મહારાજના "ઘસાઈને ઉજળા થઈએ, બીજાના કામમાં આવીએ"ના મૂળ મંત્રને યાદ કરી જનસેવાને સર્વોચ્ચ સ્થાન આપવા હાકલ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદ પટેલે માહિતી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ અને સમગ્ર પરિસરના નવસર્જન માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં થયેલા વિકાસકાર્યોની પ્રશંસા પણ કરી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય શૈલેષભાઈએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અગ્રણી સંજય પટેલ અને સંયોજક જિજ્ઞાશાબેને પણ ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, એપીએમસીના ચેરમેન, સરપંચો, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મકાનમાલિક અને પાડોશી સાથે ₹38.64 લાખની છેતરપિંડી:વડોદરામાં ભાડૂઆત જ નીકળ્યો મહાઠગ, પ્લોટ અપાવવાના બહાને છેતર્યા
    Next Article
    કમિશનરનો કડક સંદેશ, જાહેરમાં ગંદકી કરશો તો દંડ ભરવો પડશે:દબાણ હટાવાશે; ધારાસભ્ય-સાંસદે ગટર, પાણીના પ્રશ્નો ઉઠાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment