Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગજનો માટે સુરેન્દ્રનગરમાં જાગૃતિ શિબિર યોજાઈ:નિરામયા વીમા અને લીગલ ગાર્ડિયનશીપ અંગે વાલીઓને અપાઈ સમજણ

    11 hours ago

    સુરેન્દ્રનગર ખાતે સમાજ સુરક્ષા કચેરી અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપાસના વિકલાંગ કેન્દ્ર, જવાહર ગ્રાઉન્ડ પાછળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગો અને તેમના વાલીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાનો હતો. આ શિબિરમાં નિરામયા હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના, લીગલ ગાર્ડિયનશીપ અને દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આશરે 70 જેટલા વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોને 'નિરામયા યોજના' હેઠળ રૂ. 1 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય વીમા રક્ષણ મળશે તેવી જાણકારી આપવામાં આવી હતી. દિવ્યાંગ બાળકોના કલ્યાણ અને ભવિષ્યની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવી 'ગાર્ડિયનશીપ' અંગે પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ સ્થાપિત કાનૂની સંસ્થા 'નેશનલ ટ્રસ્ટ' દ્વારા ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન (માનસિક મંદતા) અને બહુવિધ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓના કલ્યાણ માટે સતત કામગીરી કરવામાં આવે છે. નેશનલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં શક્ય તેટલી સ્વતંત્ર રીતે જીવી શકે તે માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, જે દિવ્યાંગ વ્યક્તિઓને કાનૂની રક્ષણની જરૂર હોય, તેમના માટે કાયદેસરના સંરક્ષકો અને વાલીઓ નિમવાની સુદ્રઢ કાર્યપદ્ધતિ ઊભી કરવાનો પણ છે. શિબિરમાં 18 વર્ષથી ઉપરના દિવ્યાંગો માટે 'લીગલ ગાર્ડિયનશીપ' શા માટે અનિવાર્ય છે તે બાબત ખાસ સમજાવવામાં આવી હતી. સામાન્ય રીતે માતા-પિતા તેમના બાળકો 18 વર્ષની વય પૂરી કરે ત્યાં સુધી જ તેમના કાનૂની સંરક્ષક હોય છે. ત્યારપછી કાયદાની દ્રષ્ટિએ તેઓ કાનૂની સંરક્ષક રહેતા નથી. આનો અર્થ એ થાય કે માતા-પિતા તેમના પુખ્ત વયના દિવ્યાંગ બાળકો વતી કોઈ કાનૂની નિર્ણય લઈ શકતા નથી કે ક્યાંય ઉપસ્થિત રહી શકતા નથી, કારણ કે આ ઉંમરે બાળક પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે તેવું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ કાનૂની કાર્યવાહી થાય તો તેના બચાવ પક્ષે કાર્યવાહી કરવા માટે, માતા-પિતાની ગેરહાજરીમાં બાળકની યોગ્ય સાર-સંભાળ રાખવા માટે, તેમજ વિવિધ સરકારી ધારાધોરણો અને વળતર મેળવવા માટે લીગલ ગાર્ડિયનશીપ ખૂબ જ જરૂરી બને છે. આ ઉપરાંત, બાળકના રોકાણોનું વ્યવસ્થાપન કરવા તેમજ 18 વર્ષ પૂર્ણ થયા બાદ બેંક ખાતું ખોલાવવા અને તેનો વહીવટ ચલાવવા માટે પણ સંરક્ષકની જરૂરિયાત ઊભી થાય છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જી વિરુદ્ધ કોલકાતામાં FIR:ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ; ભત્રીજા અભિષેકના ઘરે CID પહોંચી
    Next Article
    જામજોધપુરનો ડાઇ મીણસાર ડેમ 91% ભરાયો:નદીમાં પાણી છોડાયું, જામનગર-પોરબંદરના 13 ગામોને એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment