Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા બેનર્જી વિરુદ્ધ કોલકાતામાં FIR:ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ; ભત્રીજા અભિષેકના ઘરે CID પહોંચી

    9 hours ago

    પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. મમતા પર આરોપ છે કે તેમણે 9 માર્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ફરિયાદ તુષાર કાંતિ દાસે કરી છે. તેમનું કહેવું છે કે મમતાના નિવેદનથી સાંપ્રદાયિક સૌહાર્દ અને રાજ્યની લોકતાંત્રિક વ્યવસ્થાને નુકસાન પહોંચી શકતું હતું. આ તરફ, નકલી હસ્તાક્ષર કેસમાં શુક્રવારે CIDની ટીમ TMC સાંસદ અને પાર્ટી મહાસચિવ અભિષેક બેનર્જીના ઘરે પહોંચી. આ દરમિયાન અભિષેકના વકીલ પણ ત્યાં પહોંચ્યા. એડવોકેટ દેબાશીષ રાયે કહ્યું કે CIDએ અમને કોઈ માહિતી આપી નથી. હાલમાં અમને ખબર નથી કે CID ટીમ અહીં શા માટે આવી છે. મમતાના આ નિવેદન પર FIR… કિરણ રિજિજુએ કહ્યું હતું- પરેશાન કરનારું નિવેદન સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ 27 મેના રોજ મમતા બેનર્જીનું ભાષણ X પર શેર કર્યું હતું. તેમણે લખ્યું હતું- મમતાજીનું આ અત્યાર સુધીનું સૌથી પરેશાન કરનારું અને અપમાનજનક નિવેદન છે. લોકોની સુરક્ષા કોઈના સહારે નહીં, કાયદો અને વ્યવસ્થાના ભરોસે હોવી જોઈએ. FIRને લઈને 3 મુખ્ય મુદ્દાઓ… 16 દિવસ પહેલાં સિલીગુડીમાં પણ FIR થઈ હતી પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ 26 મેના રોજ સિલીગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. તેમણે 2025માં કોલકાતામાં આયોજિત ઈદ કાર્યક્રમ દરમિયાન સનાતન અને હિંદુ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. વિવાદ તે નિવેદનને લઈને છે, જેમાં ‘ગંદો ધર્મ’ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદ વકીલ રિંકી ચેટર્જી સિંહે કરી હતી. અભિષેક બેનર્જીને 14 જૂને ફરી બોલાવ્યા પશ્ચિમ બંગાળ CIDએ TMC સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને 14 જૂને ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા અભિષેક ગુરુવારે કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર CID સમક્ષ હાજર થયા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે ગુરુવારે કોલકાતા મુખ્યાલયમાં લગભગ સાડા પાંચ કલાક ચાલેલી પૂછપરછ દરમિયાન ઘણા પ્રશ્નોના સ્પષ્ટ જવાબો મળ્યા નથી. કેટલાક જરૂરી દસ્તાવેજો પણ હજુ સુધી જમા કરવામાં આવ્યા નથી. કલકત્તા હાઈકોર્ટે અભિષેકને ત્રણ અઠવાડિયા સુધી કોઈપણ કાર્યવાહીમાંથી રાહત આપી છે. જોકે, કોર્ટે તેમને તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા અભિષેક ત્રણ સમન પર હાજર થયા ન હતા. અધિકારીઓના મતે, પૂછપરછ દરમિયાન તેમણે ઘણા પ્રશ્નોના જવાબમાં 'મને ખબર નથી' કહ્યું. અભિષેક બોલ્યા- હું તપાસથી ક્યારેય ભાગ્યો નથી અભિષેકે કહ્યું કે ED હોય, CBI હોય કે CID, જ્યારે-જ્યારે બોલાવવામાં આવ્યો, હું તપાસમાં સામેલ થયો છું. ગુરુવારે પણ CID સામે સાડા પાંચ કલાક બેસીને સવાલોના જવાબ આપ્યા છે. જો હું ઘરે ન હતો તો નોટિસ ઘરમાં હાજર કોઈ વ્યક્તિને આપી શકાતી હતી. આગલી વખતે આવતા પહેલા મને ફોન કરી દેજો. કલ્યાણ બેનર્જી પર બોલ્યા- તેમણે મને રાજનીતિમાં આગળ વધતા જોયો, ઠપકો આપવાનો પૂરો હક છે મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પાર્ટી નેતાઓની બેઠક બાદ અભિષેકે કહ્યું કે કલ્યાણ બેનર્જીએ મને મોટો થતો જોયો છે. તેમણે મને રાજકારણમાં આગળ વધાર્યો છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. જો તેઓ મારા વિશે કેટલાક કડક શબ્દો પણ કહે છે, તો તેમાં વિવાદ બનાવવાની કોઈ જરૂર નથી. એક દિવસ પહેલા કલ્યાણ બેનર્જીએ અભિષેકને અહંકારી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અભિષેક વરિષ્ઠ નેતાઓનું સન્માન કરતા નથી અને તેમની કારણે પાર્ટી સંકટમાં છે. કલ્યાણે મમતા બેનર્જીને ત્યાં સુધી કહી દીધું હતું કે તેમને અભિષેક અને જૂના નેતાઓમાંથી કોઈ એકને પસંદ કરવો પડશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ બોલ્યા- જનતામાં ભાજપ વિરુદ્ધ નારાજગી:આગામી લોકસભા ચૂંટણી અમારી, INDIA બ્લોકને સંદેશ- વિપક્ષે સાથે મળીને લડવું પડશે
    Next Article
    દિવ્યાંગજનો માટે સુરેન્દ્રનગરમાં જાગૃતિ શિબિર યોજાઈ:નિરામયા વીમા અને લીગલ ગાર્ડિયનશીપ અંગે વાલીઓને અપાઈ સમજણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment