Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 'પ્રગતિપથ યાત્રા' અંતર્ગત મહાનુભાવોની મુલાકાત:વટેશ્વર વન અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કરાયું, જિલ્લા પંચાયત પ્રમુખ અને શહેર મેયર સહિતના જોડાયા

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં 'પ્રગતિપથ યાત્રા' અંતર્ગત મહાનુભાવોએ વટેશ્વર વન અને મુખ્ય બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી. આ યાત્રાનો હેતુ જિલ્લાના વિકાસ કાર્યો અને સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો. યાત્રાની શરૂઆતમાં, મહાનુભાવોએ જિલ્લાના ગૌરવ સમાન 'વટેશ્વર વન'ની મુલાકાત લીધી. અહીં તેમણે વિવિધ થીમ આધારિત ગાર્ડનનું નિરીક્ષણ કર્યું અને વન વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી. વનના મુખ્ય દ્વાર પાસે પાંચાળ પ્રદેશની ધરોહર દર્શાવતા શિલ્પો પણ નિહાળ્યા હતા. આ ઉપરાંત, યાત્રામાં જોડાયેલા સભ્યોએ માનવ સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા વિવિધ ઔષધીય ગુણો ધરાવતા છોડ અને રોપાઓ વિશે માહિતી મેળવી. તેમણે પ્રકૃતિ સંરક્ષણ અંગેની ઊંડાણપૂર્વક સમજ પણ પ્રાપ્ત કરી હતી. વટેશ્વર વનની મુલાકાત બાદ, 'પ્રગતિપથ યાત્રા' સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે પહોંચી. અહીં રોજિંદા મુસાફરો માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી. મુસાફરોને બેસવા માટેની વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા અને વાહનવ્યવહારની અન્ય પાયાની સવલતોનું નિરીક્ષણ કરાયું. આ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ સહિતના મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    5 mighty cities that ruled the world, until they fell
    Next Article
    ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી:SITનો રીપોર્ટ સીલ કવરમાં કોર્ટ સમક્ષ મુકાયો, હાઇકોર્ટે પૂછ્યું દુર્ઘટના પહેલા ઇન્સ્પેક્શન કોણે કર્યું જવાબ આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment