Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાન-લોરેન્સની લડાઈ હવે સિલ્વર સ્ક્રીન પર!:'કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી'નો ફર્સ્ટ લુક રિલીઝ; સલમાન ખાને હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો

    1 week ago

    સલમાન ખાનના ચર્ચિત કાળિયાર કેસથી પ્રેરિત ફિલ્મ 'કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મનો પહેલો વીડિયો શુક્રવારે રિલીઝ થયો. જેમાં સલમાન ખાનનો ઉલ્લેખ અયાન ખાન અને લોરેન્સનો ઉલ્લેખ લોયન નામથી કરવામાં આવ્યો છે. વીડિયોમાં કાળિયારના શિકાર કેસ અને કાયદાકીય લડાઈ સાથે જોડાયેલા મામલાને દર્શાવવામાં આવ્યો છે. ઘણા ડાયલોગ બિશ્નોઈ સમાજના ત્યાગ અને વન્યજીવ સંરક્ષણ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફિલ્મનું ડિરેક્શન ભારત એસ. શ્રીનાથેએ કર્યું છે. જ્યારે અમિત જાની તેના લેખક અને નિર્માતા છે. ફિલ્મનું ગ્લોબલ ટીઝર 20 જૂને રિલીઝ કરવામાં આવશે. આ દરમિયાન સલમાન ખાન શુક્રવારે ફિલ્મ 'કાલા હિરણ'ના નિર્માતા વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો છે. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, સલમાન ખાને કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, આ ફિલ્મ તેની પરવાનગી વિના બનાવવામાં આવી છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ફિલ્મમાં તેના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો સંકેત આપવામાં આવ્યો છે. ફર્સ્ટ લુકમાં શું દેખાય છે? ફર્સ્ટ લુક પર નજર નાખતાં સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ સલમાન ખાન 'કાળિયાર' કેસ પર આધારિત છે. મુખ્ય અભિનેતાનો દેખાવ સલમાન ખાન જેવો જ છે; તેણે સલમાન ખાન જેવો બ્રેસલેટ પણ પહેર્યું છે. ફર્સ્ટ લુકની શરૂઆતમાં કોર્ટરૂમમાં દલીલ થઈ રહી છે, જેમાં 2 ઓક્ટોબર, 1998ના રોજ રાત્રે બે કાળિયારનો શિકાર સંબંધિત વકીલ દલીલ કરે છે. કોર્ટ કાર્યવાહીમાં પાત્ર અયાન ખાન પર કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. જુઓ ફિલ્મના ફર્સ્ટ લુકની ઝલક- લોયન બિશ્નોઈ સામે પોલીસ તપાસ! 'ફર્સ્ટ લુક' વીડિયો 90ના દાયકાના મુંબઈના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના 'પ્રભાવ'ને દર્શાવે છે. તે દાઉદ એક સમયે મુંબઈના અંડરવર્લ્ડનો 'ગોડફાધર' હતો તેની ઝલક આપે છે, પરંતુ આજે, તેનો એક સુપરિઅર - લોયન બિશ્નોઈ પણ છે. આ વચ્ચે, બેકગ્રાઉન્ડમાં ગોળીબારના અવાજો ગુંજતા રહે છે. પોલીસ તપાસ શરૂ થાય છે. 'ટોર્ચર સ્પેશિયાલિસ્ટ' તરીકે જાણીતા ઇન્સ્પેક્ટર સાવંત - એન્ટ્રી કરે છે, ત્યારબાદ ડીસીપી પાટિલ, જે ‘કસાઈ’ તરીકે જાણીતા છે. ગેંગસ્ટર લોયન બિશ્નોઈના ગુંડાઓ પર કાર્યવાહી શરૂ થાય છે. ટીઝર પોલીસ તપાસ અને લોયન ગેંગ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ જેવા પાસાઓ પર વધુ પ્રકાશ પાડે છે. 'કાલા હિરણ'ને લઈને સલમાને લીગલ નોટિસ મોકલી 'કાલા હિરણ'ને લઈને સલમાન તરફથી લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. ન્યૂઝ18ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 'સલમાન તરફથી લો ફર્મ DSK લીગલે કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને એક લીગલ નોટિસ મોકલી છે. આ નોટિસમાં 'કાલા હિરણ' નામની પ્રસ્તાવિત ફિલ્મના પ્રોડક્શન અને પ્રમોશનને તરત રોકવાની માંગ કરવામાં આવી.' સલમાન ખાન તરફથી મળેલ લીગલ નોટિસ ફાડી નાખી ફિલ્મ 'કાલા હિરણ'ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાન તરફથી મળેલ લીગલ નોટિસ ફાડી નાખી હતી. અમિત જાનીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં તેમણે કહ્યું, દરેક જણ મને પૂછી રહ્યું છે, મીડિયા, મિત્રો, કે સલમાન ખાનની નોટિસ પર તમારે શું કહેવું છે? આ નોટિસ પર હું શું કહું? છેલ્લા 36 કલાકથી તેમની ડોંગરી, ધારાવી, જોગેશ્વરીના મુસ્લિમ છોકરાઓની ફેન ફોલોઈંગ, તેમના ટૂલકિટે મને જાનથી મારી નાખવા, મુંબઈ આવવા અને માથું વાઢી નાખવાના હજારો મેસેજ મોકલ્યા છે અને તેમના ટૂલકિટ દ્વારા એક મેસેજ, ભલે તે અસલી હોય કે નકલી, મને ખબર નથી, ડી-કંપનીના નામથી મોકલવામાં આવ્યો છે. ડી-કંપની છોડશે નહીં. જાનીએ આગળ કહ્યું કે, 'તો હું કોનો જવાબ આપું? શું હું સલમાન ખાનની ટૂલકિટ દ્વારા અપાયેલી હજારો ગાળો અને ધમકીઓનો જવાબ આપું? શું હું આ નોટિસનો જવાબ આપું?' આ પછી જાનીએ નોટિસ ફાડતા કહ્યું કે, 'આ જ તમારી નોટિસનો જવાબ છે.' તેમણે આગળ કહ્યું, હવે રહી તમારી ધમકીઓ. તમારી જે ધમકી આપતી ટૂલકિટ છે, જે ગેંગ છે, તમારા જે બદતમીઝ ફેન છે, અને ધારાવીમાં ઉછરેલા કહેવાતા ગુંડાઓ છે, અથવા તમારા તે કહેવાતા ફેન જે જોગેશ્વરી અને ડોંગરીમાં રહે છે, અને ડી-કંપની તરફથી જે પ્રકારના મેસેજ આવી રહ્યા છે કે પરિવારને ખતમ કરી દઈશું… નોટિસ, મેં તમને તમારો જવાબ આપી દીધો છે. હવે અમે ડી-કંપનીને જોઈશું. મોકલો, જેને મોકલવા હોય. જ્યારે, આ પહેલા ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરેલા વીડિયોમાં અમિત જાનીએ કહ્યું હતું કે, 'અમારી આખી ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. અમારી આખી ફિલ્મ સલમાન ખાનના દૃષ્ટિકોણથી નથી.' તો ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં જાનીએ કહ્યું હતું કે, ''કાલા હિરણ' બિશ્નોઈ સમાજના સંઘર્ષ, તેમના વારસા અને વન્યજીવો પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. સલમાન ખાન ફિલ્મનો માત્ર એક ભાગ છે.' 1998માં કાળા હરણના શિકારનો કેસ સામે આવ્યો સલમાન ખાન સાથે સંકળાયેલો કાળિયાર શિકાર કેસ વર્ષ 1998માં સામે આવ્યો હતો, જ્યારે તે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ-સાથ હૈં'નું શૂટિંગ કરી રહ્યો હતો. સલમાન વિરુદ્ધ કુલ ચાર કેસ નોંધવામાં આવ્યા હતા. આમાં બે ચિંકારા શિકાર કેસ, એક કાંકાણી કાળિયાર શિકાર કેસ અને એક આર્મ્સ એક્ટનો કેસ સામેલ હતો. કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમુદાયની ફરિયાદ પર સલમાન સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં 12 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાનની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. એપ્રિલ 2006માં ચિંકારા શિકાર કેસોમાં સલમાનને સજા સંભળાવવામાં આવી હતી. જાન્યુઆરી 2017માં તેમને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે, 5 એપ્રિલ 2018ના રોજ કાળિયાર શિકાર કેસમાં તેને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડની સજા મળી હતી. આ જ કેસમાં બાકીના કલાકારોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પછીથી સલમાનને જામીન મળી ગયા. હાલમાં આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. મે 2026માં થયેલી સુનાવણી બાદ કોર્ટે આગામી સુનાવણી 13 જુલાઈ 2026 માટે નક્કી કરી છે. સલમાન ખાન હાલમાં જામીન પર બહાર છે.
    Click here to Read More
    Previous Article
    સાવધાન! મેગીના પેકેટમાંથી જીવતા કીડા મળ્યા:FSSAIએ સોશિયલ મીડિયા પરની ફરિયાદોને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરી; નેસ્લે, KFC અને ફ્લિપકાર્ટને નોટિસ મોકલી
    Next Article
    નવસારીની દીકરી મૈત્રી મણિયારની ભારતીય U-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી:શ્રીલંકા સામેની હોમ સીરીઝ માટે તક મળી, નવસારી માટે ગૌરવની ક્ષણ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment