Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં અનેક વિસ્તારમાં ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે:સાત દિવસમાં ખાડા પુરવાનો સ્ટે.ચેરમેનનો આદેશ અધિકારીઓ ઘોળી પી ગયા, ચોમાસા ટાણે નાગરિકો પર મોટું જોખમ

    1 सप्ताह पहले

    અમદાવાદમાં પ્રી-મોન્સૂન કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા એક અઠવાડિયા પહેલા સાત દિવસમાં શહેરમાં જ્યાં પણ ખોદકામ કરવામાં આવ્યું હોય ત્યાં ખાડા પૂરવા માટેની કડક સુચના આપી હ. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સૂચના ને અધિકારીઓએ ગંભીરતાથી લીધી નથી અને શહેરમાં અનેક જગ્યાએ હજી પણ ખાડાઓ યથાવત છે. ચોમાસા પહેલા ખાડાઓ પુરવામાં આવ્યા નથી, જેથી AMCના ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. 16 જેટલા મોટા ખાડાઓમાંથી માત્ર નવ ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે. બાકીના ખાડાઓનું હજી સુધી ક્યારે પુરાણ થશે તે નક્કી નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ખાડાનું પુરાણ કરવા આદેશ આપ્યો હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં 16 જેટલા મોટા ખાડાઓ હતા. જેને પુરવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી અને જ્યાં પણ જરૂરિયાત લાગે ત્યાં બેરીકેટિંગ કરીને કામ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેથી નાગરિકોને હાલાકી પડે નહી. 16માંથી 9 ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. બાકીના ખાડાઓની કામગીરી પૂર્ણ કરવા માટે પણ માહિતી માંગીને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. અલ્ટીમેટમ પૂર્ણ, ખાડાની સ્થિતિ જૈસે-થે ચોમાસા દરમિયાન શહેરમાં ખાડાઓના કારણે કેટલાક નાગરિકોના જીવ જવાની અને ઈજાઓ પામવાની ઘટના બનતી હોય છે. જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા 4 જૂનના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં ખોદકામ કરવામાં આવેલા ખાડા 7 દિવસમાં પૂરવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. જોકે, આ અલ્ટીમેટમ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તંત્ર ખાડા પૂરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, જેના કારણે વાહનચાલકોના માથે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં રસ્તાની બિસ્માર હાલત ​અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં AMCની ઢીલી કામગીરીનો ભોગ જનતા બની રહી છે. ખાસ કરીને રાણીપ, ન્યુ રાણીપ, પાલડી, દાણીલીમડા, ખોખરા અને મણિનગર, ઇસનપુર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ઠેર-ઠેર ખાડાઓ ખુલ્લા પડેલા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આદેશ આપ્યો હતો કે સાત દિવસમાં તમામ ખાડાઓ પુરાઈ જવા જોઈએ તેવી સૂચના આપી હતી જોકે અધિકારીઓએ આ આદેશને ઘોળીને પી લીધો હોય તેમ દેખાઈ રહ્યું છે. ચોમાસા સમયે ખાડા જીવલેણ સાબિત થઈ શકે શહેરમાં ખોદવામાં આવેલા આડેધડ ખાડા હજી સુધી પુરાયા નથી, તો બીજી તરફ કેટલીક જગ્યાએ ખાડાઓ પૂર્યા બાદ તેમાં યોગ્ય રીતે સેટલમેન્ટ કરવાની કામગીરી કરવાની હોય છે. તે કામગીરી પણ કરવામાં આવી નથી ત્યાં કાચો રોડ બનાવવાની કામગીરી પણ કરવામાં આવી નથી. નાના-મોટા ખાડા હોવા છતાં અધિકારીઓ રોડના સેટલમેન્ટ માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી. ત્યારે ખાડાઓ અને રોડ સેટલમેન્ટ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભરણપોષણના નાણાં ચૂકવવાની આનાકાની યુવકને ભારે પડી:લાજપોર જેલમાંથી રજૂ કરાયેલા પતિએ પૈસા આપવાનો ઇનકાર કર્યો, ફેમિલી કોર્ટે વધુ 120 દિવસની જેલ સજા ફટકારી
    Next Article
    લાશ પર ઉપરાછાપરી ઘા મારતો રહ્યો જૈનુલ અબ્બાસ:પુત્રવધૂને 44 અને વેવાણને 23 ઘા મારી મોતને ઘાટ ઉતારી, દોઢ મહિના પહેલા પ્લાન ઘડ્યો; ભરૂચ ડબલ મર્ડરમાં મોટો ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment