Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોર્ટ્સ અપડેટ:સિંધુ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી, આવતીકાલે વર્લ્ડ ચેમ્પિયન સામે ટકરાશે

    8 hours ago

    પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. સિડનીના ક્વાયસેન્ટરમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટની વુમન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સિંધુએ ચાઈનીઝ તાઈપેઈની ચેન સુ યુને એકતરફી મેચમાં હરાવી. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ રમતની શરૂઆતથી જ મેચ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેણે આ મેચ માત્ર 27 મિનિટમાં 21-6, 21-9 થી પોતાના નામે કરી લીધી. આ વર્ષની સીઝનમાં સિંધુ બીજી વખત કોઈ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી છે. આ પહેલા તે મલેશિયા ઓપન 2026ની સેમિફાઈનલમાં પહોંચી હતી. શનિવારે રમાનારી સેમિફાઈનલ મેચમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો ટુર્નામેન્ટની ટૉપ સીડ અને ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન જાપાનની અકાને યામાગુચી સામે થશે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી કુલ 28 મેચ રમાઈ છે, જેમાંથી 15 મેચ સિંધુએ જીતી છે અને 13માં યામાગુચીને જીત મળી છે. સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… FIFA રેન્કિંગ જાહેર: વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફરી નંબર-1 પર પહોંચ્યું; ફ્રાન્સને થયું નુકસાન ફિફા વર્લ્ડ કપ 2026ની શરૂઆતથી બરાબર થોડા કલાકો પહેલા ફૂટબોલની ગ્લોબલ ગવર્નિંગ બોડી FIFAએ મેન્સ વર્લ્ડ રેન્કિંગ જાહેર કરી. આ નવી રેન્કિંગમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના બે સ્થાનની છલાંગ લગાવીને ફરી એકવાર દુનિયાની નંબર-1 ટીમ બની ગયું છે. હવે લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપની આર્જેન્ટિનાની ટીમ દુનિયાની ટૉપ-રેન્ક ટીમ તરીકે પોતાના ટાઇટલને બચાવવા માટે મેદાન પર ઉતરશે. વર્લ્ડ કપ પહેલા રમાયેલી ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી (વોર્મ-અપ) મેચના પ્રદર્શનના આધારે આ રેન્કિંગને રિયલ ટાઇમમાં અપડેટ કરવામાં આવી છે. આર્જેન્ટિનાએ પોતાની બંને વોર્મ-અપ મેચમાં આઇસલેન્ડ અને હોન્ડુરાસને હરાવીને રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફ્રાન્સને બે સ્થાનનું નુકસાન, સ્પેન નંબર-2 પર યથાવત આ નવી રેન્કિંગમાં ભૂતપૂર્વ નંબર-1 ટીમ ફ્રાન્સને નુકસાન થયું છે. ફ્રાન્સની ટીમ બે સ્થાન નીચે સરકીને હવે ત્રીજા નંબર પર આવી ગઈ છે. વોર્મ-અપ મેચમાં ફ્રાન્સને આઇવરી કોસ્ટના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે ત્યારબાદ ટીમે નોર્ધન આયર્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં તેઓ પહેલા સ્થાનથી નીચે આવી ચૂક્યા હતા. જ્યારે સ્પેનની ટીમે તેની બીજી રેન્કિંગ જાળવી રાખી છે. સ્પેનની પ્રથમ વોર્મ-અપ મેચ ઇરાક સાથે ડ્રો રહી હતી, ત્યારબાદ તેણે પેરુને હરાવ્યું. મોરોક્કો સાતમા સ્થાને પહોંચ્યું ટૉપ-10 ટીમની વાત કરીએ તો મોરોક્કો એક સ્થાન ઉપર ચઢીને હવે સાતમા નંબર પર પહોંચી ગયું છે. ઑગસ્ટ 1993માં ફીફા રેન્કિંગની શરૂઆત થયા પછી આ મોરોક્કોના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અને સર્વોચ્ચ રેન્કિંગ છે. આ છલાંગ સાથે મોરોક્કોએ દિગ્ગજ ટીમ નેધરલેન્ડ્સને પાછળ છોડી દીધું છે, જે હવે આઠમા નંબર પર આવી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    TMC Split: सायोनी घोष के पार्टी छोड़ने पर भावुक हुईं Mahua Moitra? | Sayoni Ghosh | Mamata Banerjee
    Next Article
    ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસી:ક્રેશ સાઈટ પર જોવા મળ્યા કાળજુ કંપાવતા દ્રશ્યો, પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમિકાનું ગળું કાપ્યું, 2.30 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment