Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકી રહેલા લાભાર્થીઓને મળશે યોજનાઓનો લાભ:છેવાડાના નાગરિકો સુધી યોજનાઓ પહોંચાડાશે, રાજ્યમાં શરૂ થયું જનકલ્યાણ શિબિર અભિયાન

    19 hours ago

    વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે રાજ્યવ્યાપી જનકલ્યાણ શિબિર અભિયાન શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર આજથી 20 જૂન સુધી રાજ્યના શહેરો અને ગામડાઓમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા અને બાકી રહેલા લાભાર્થીઓને યોજનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. શિબિરોમાં સ્થળ પર અરજીના નિકાલની વ્યવસ્થા કરાશે રાજ્ય સરકારે તમામ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ, પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનરોને શિબિરોના અસરકારક આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી છે. શિબિરોમાં વિવિધ વિભાગોની યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી અને સ્થળ પર જ અરજીઓના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવશે. પાત્ર લાભાર્થીઓની ઓળખ કરી નોંધણી કરાશે શિબિર દરમિયાન આયુષ્માન ભારત, આરોગ્ય અને સુખાકારી, પીવાનું પાણી, ઊર્જા, રોજગાર, મહિલા સશક્તિકરણ, સામાજિક સુરક્ષા, યુવા વિકાસ અને શિક્ષણ સંબંધિત યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓમાં હજુ સુધી જોડાયા ન હોય એવા પાત્ર લાભાર્થીઓની ઓળખ કરી તેમની નોંધણી કરવામાં આવશે. શિબિર સ્થળે સહાય કેન્દ્રો કાર્યરત રહેશે સરકાર દ્વારા ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલનું પ્રદર્શન અને માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેથી નાગરિકો ઓનલાઈન સેવાઓ અને યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકે. શિબિર સ્થળે યોજનાઓ સંબંધિત માહિતી, માર્ગદર્શિકા અને સહાય કેન્દ્રો પણ કાર્યરત રહેશે. સરકારના આ અભિયાનને લોકો સુધી સીધી પહોંચ વધારવા અને કલ્યાણકારી યોજનાઓના વ્યાપને વધુ અસરકારક બનાવવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ જસવંતસિંહ ભાભોરે દાહોદ આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કરી:સ્વચ્છતાનો સંદેશ આપ્યો, તબીબી સેવાઓનું નિરીક્ષણ કર્યું; ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્થિત
    Next Article
    સાયબર ગુનેગારોની મસમોટી આંતરરાજ્ય ગેંગ મામલે તપાસ શરૂ:​જૂનાગઢ એસ.ઓ.જી.નો મ્યુલ હન્ટને લઈ મોટો સપાટો: 39.53 કરોડના ફ્રોડ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment