Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ જસવંતસિંહ ભાભોરે દાહોદ આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કરી:સ્વચ્છતાનો સંદેશ આપ્યો, તબીબી સેવાઓનું નિરીક્ષણ કર્યું; ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્થિત

    17 hours ago

    દાહોદના નગરાળા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાંસદ જસવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર આરોગ્ય સેવાઓની સમીક્ષા જ નહીં, પરંતુ પરિસરમાં જાતે સફાઈ કરીને સ્વચ્છતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે આરોગ્ય કેન્દ્રમાં અપાતી સેવાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. જેમાં માતા અને બાળ આરોગ્યની સ્થિતિ, નિયમિત રસીકરણની કામગીરી તેમજ રાષ્ટ્રીય સ્તરના વિવિધ આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે દર્દીઓને મળતી સારવાર અને અન્ય સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તબીબી અધિકારીઓને સેવાઓ વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક કેવી રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાંસદે આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ તથા સમગ્ર સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી સાંસદે જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ જે નિષ્ઠા અને સમર્પણભાવ સાથે ફરજ બજાવે છે તે પ્રશંસનીય છે. તેમણે સ્ટાફને પ્રોત્સાહિત કરતા ભવિષ્યમાં પણ જનસેવાની આ ભાવના જાળવી રાખીને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી ચાલુ રાખવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સાંસદની આ મુલાકાતે આરોગ્ય કેન્દ્રની કાર્યપદ્ધતિને વેગ આપવાની સાથે સ્થાનિક સ્તરે સ્વચ્છતા અને જનઆરોગ્ય અંગે જાગૃતિનો માહોલ સર્જ્યો હતો. હાજર રહેલા અધિકારીઓએ પણ નિર્ધારિત લક્ષ્યાંકોને વધુ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં શ્રમિકો માટે ₹1.54 કરોડનું હાઈટેક કડિયા નાકું:મેયર અશોક ધોરજીયાના હસ્તે લોકાર્પણ, શ્રમિકોને અનેક સુવિધાઓ મળશે
    Next Article
    બાકી રહેલા લાભાર્થીઓને મળશે યોજનાઓનો લાભ:છેવાડાના નાગરિકો સુધી યોજનાઓ પહોંચાડાશે, રાજ્યમાં શરૂ થયું જનકલ્યાણ શિબિર અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment