Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલુકા ભાજપના અધ્યક્ષ ઉપસ્થિત રહેતા પંચાયતની સામાન્ય સભામાં વિવાદ:માથાકૂટ વચ્ચે કારોબારી અને ન્યાય સમિતિની રચના, વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું વિસરાયું

    1 सप्ताह पहले

    વડોદરા તાલુકા પંચાયત ખાતે આજે વિશેષ સામાન્ય સભા મળી હતી જેમાં કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી જોકે આ સામાન્ય સભામાં ભાજપના તાલુકા અધ્યક્ષ અને સભ્યો ઉપસ્થિત રહેતા વિવાદ સર્જાયો હતો. જો કે આ વિવાદ વચ્ચે કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની નિમણુંક કરવામાં આવી હતી. પંચાયત એક્ટ મુજબ સભામાં માત્ર ચૂંટાયેલા સભ્યો જ હાજર રહી શકે વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા સભાખંડ ખાતે મળી હતી. આ સભામાં બે મહત્વપૂર્ણ મુદ્દાઓ લેવામાં આવ્યા હતા. જેમાં કારોબારી સમિતિ અને તેના અધ્યક્ષની નિમણુંક તેમજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવવાની હતી. પંચાયત એક્ટ મુજબ આ સામાન્ય સભામાં માત્ર સભ્યો, સચિવ અને અધિકારીઓ જ હાજર રહી શકે છે. પરંતુ આજે યોજાયેલી સભામાં વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ દર્પણ પટેલ અને ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહેતા વિવાદ સર્જાયો હતો. વિવાદ વચ્ચે પણ નિમણુંક કરવામાં આવી સામાન્ય સભામાં ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો જો કે સત્તા પક્ષ પાસે બહુમતી હોવાથી વિપક્ષને ગણકાર્યું ન હતું. આ વિવાદ વચ્ચે પણ સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે બ્રિજેશ ઠાકોર અને સભ્યો તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મથુર રાઠોડિયા અને સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.કારોબારી સમિતિની સભ્યો તરીકે પારુલ પટેલ (વરણામા), અને છત્રસિંહ અમરસિંહ પરમાર (કેનલપુર), કિરણબેન રાકેશભાઈ પટેલ (સોખડા), જગદીશભાઈ મફતભાઈ પરમાર (રાયપુરા), ખુશ્બુબેન પરેશભાઈ પટેલ (પોર), નૈતિકભાઈ અશોકભાઈ પટેલ (રણોલી-1), અનીતાબેન સુનીલભાઈ પરમાર (બાજવા), દિલીપસિંહ સનાભાઈ ગોહિલ (અંકોડિયા-1) આમ અમારી કારોબારી સભ્યોની 9 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સામાજિક ન્યાય સમિતિમાં પાંચ સભ્યોની નિમણુંક કરવામાં આવી જેમાં હીરાબેન ભીખાભાઈ વસાવા, પ્રભાવતીબેન વણકર, અને મુકેશભાઈ વસાવા, અને રમેશભાઈ રોહિતનો સમાવેશ કરવાં આવ્યો છે, સ્વ. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું વિસરાયું વડોદરાના માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું તાજેતરમાં જ નિધન થયું હતું અને તે બાદની આ પ્રથમ સામાન્ય સભા હતી. જો કે સામાન્ય સભામાં સૌથી વરિષ્ઠ ધારાસભ્યને શ્રદ્ધાંજલિ આપવાનું વિસરાઈ ગયું હતું અને બે મિનિટનું મૌન સુધ્ધાં પાળવામાં આવ્યું ન હતું જેના પગલે આશ્ચર્ય સર્જાયું હતું. આ અંગે તાલુકા પંચાયત અધ્યક્ષ પૂનમ જાધવનેપૂછતાં તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. અને વાતને વાળવાનો પ્રયાસ કર્યો હતો. સભામાં સંગઠન પ્રમુખ હાજર કેમ રહ્યા તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ મેન્ડેડ લઈને આવ્યા હતા અને તેથી સાઈડમાં બેઠા હતા.
    Click here to Read More
    Previous Article
    બાદલપરામાં 300 યુનિટ રક્તદાન:મોદી સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી, યુ.એન. મહેતા હોસ્પિટલને રક્ત અર્પણ
    Next Article
    રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા પ્રાણગઢ શાળાને પ્રોજેક્ટરનું દાન:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આધુનિક શિક્ષણમાં સહયોગ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment