Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક ગ્લાસ પાણી માટે ક્લિનિકમાં હોબાળો:ફેમિલી કેર ક્લિનિકમાં યુવકે ઘૂસી ફેન અને બી.પી. મશીનના કટકા કરી નાખ્યા, ડોક્ટરને માર્યો મારી જાનથી મારવાની ધમકી

    2 days ago

    સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મજુરા રોડ રૂપાલી નહેર પાસે આવેલી એક હોસ્પિટલમાં પાણી માંગવાની બાબતે ભારે હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં આવેલા ક્લિનિકમાં ઘૂસી ગયેલા એક યુવકે દાદાગીરીપૂર્વક પાણી માંગ્યું હતું. જોકે, પાણી ન મળતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં હાજર ડોક્ટર સાથે ઉગ્ર ઝઘડો કરવા લાગ્યો હતો. વાત આટલેથી જ ન અટકતાં, આ માથાભારે શખ્સે ક્લિનિકમાં રાખેલો તમામ સામાન નીચે ફેંકી દઈને તોડફોડ મચાવી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. માનપુરા કદમપલ્લી રોડ પર આવેલા 'ફેમિલી કેર ક્લિનિક' માં બની હિંસક ઘટના ઉધના પોલીસ મથકેથી મળતી સત્તાવાર માહિતી મુજબ, સુરતના માનપુરા કદમપલ્લી રોડ પર સેશન્હામ ગાર્ડન પાસે એક બહુમાળી એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટમાં અને રૂપાલી નહેર નજીક રહેતા ડોક્ટર જય અરવિંદભાઈ ચૌહાણ પોતાનું ખાનગી 'ફેમિલી કેર ક્લિનિક' ચલાવે છે. તેઓ રોજની જેમ બપોરે અઢી વાગ્યે પોતાના ક્લિનિક પર હાજર હતા. તે જ સમયે આશરે 30થી 35 વર્ષની ઉંમરનો એક આબિદ હુસૈન નામનો યુવક ક્લિનિકની અંદર ધસી આવ્યો હતો. તેણે અંદર આવતાની સાથે જ ભારે દાદાગીરી સાથે પીવાનું પાણી માંગવાનું શરૂ કર્યું હતું. ટેબલ ફેન અને બી.પી. માપવાના મશીન સહિત 4,500 રૂપિયાના સામાનની તોડફોડ ક્લિનિકમાં દર્દીઓની સારવાર ચાલી રહી હોવાથી તુરંત પાણી ન મળતાં આરોપી આબિદ હુસૈન હિંસક બની ગયો હતો. તેણે ક્લિનિકમાં રહેલો સામાન નીચે ફેંકીને તોડફોડ શરૂ કરી દીધી હતી. હુમલાખોરે ક્લિનિકમાં રાખેલો ટેબલ ફેન અને બ્લડ પ્રેશર (બી.પી.) માપવાનું કિંમતી મશીન સહિત અન્ય તબીબી સાધનો તોડી નાખ્યા હતા. આ તોડફોડના કારણે ડોક્ટરને આશરે 4,500 રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ ડોક્ટર જય ચૌહાણ સાથે બિભત્સ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને છાતીના ભાગે મુક્કો પણ મારી દીધો હતો. બહાર કાઢવાનો પ્રયાસ કરનાર સ્ટાફ અને પડોશીઓ સાથે પણ કરી ઝપાઝપી આ હંગામા દરમિયાન ક્લિનિકની બહાર અવાજ આવતાં ત્યાં હાજર મેડિકલ સ્ટાફના સભ્યો દોડી આવ્યા હતા. આ દરમિયાન ક્લિનિકની બહાર જવાનું કહેનારા આઇડેડ યુસુફભાઈ કુરેશીવાલા પ્રમુખજી અને વસીમ આઇડેડ નામના વ્યક્તિઓ વચ્ચે પડ્યા હતા. ઉશ્કેરાયેલા આરોપી આબિદ હુસૈને આ બંને યુવકો સાથે પણ ભારે ગાળાગાળી કરી આસપાસના વાસણો ફેંકી દીધા હતા અને ઝપાઝપી કરી હતી. ધોળા દિવસે ક્લિનિકમાં થયેલા આ હુમલા અને હોબાળાના કારણે આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા આ ઘટનાના પગલે ભયભીત બનેલા ડોક્ટર અને સ્ટાફે તુરંત સ્થાનિક પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત મળતાની સાથે જ ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉધના પોલીસે ભોગ બનનાર ડોક્ટર જય અરવિંદભાઈ ચૌહાણની સત્તાવાર ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપી આબિદ હુસૈન વિરૂદ્ધ ક્લિનિકમાં તોડફોડ કરવા, આર્થિક નુકસાન પહોંચાડવા, ગાળાગાળી કરવા અને મારપીટ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાની જાતીય સતામણી કરનાર રીઢો આરોપી ઝડપાયો:​જૂનાગઢમાં પડોશમાં રહેતી સગીરાની જાતીય સતામણી કરતો નરાધમ પકડાયો: પોક્સો કોર્ટે આપેલા જામીન રદ કરાવવા પોલીસ એક્શનમાં
    Next Article
    પંચમહાલ SPએ MG Motors કંપનીની મુલાકાત લીધી:સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી, માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment