Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાની જાતીય સતામણી કરનાર રીઢો આરોપી ઝડપાયો:​જૂનાગઢમાં પડોશમાં રહેતી સગીરાની જાતીય સતામણી કરતો નરાધમ પકડાયો: પોક્સો કોર્ટે આપેલા જામીન રદ કરાવવા પોલીસ એક્શનમાં

    2 days ago

    જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીની જાતીય સતામણી થવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ આરોપી અવેશ અમીનભાઇ મકરાણી ની ધરપકડ કરી લીધી છે. ​DYSP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા એક પરિવાર દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે, ફરિયાદીના પડોશમાં જ રહેતો 21 વર્ષીય અવેશ અમીનભાઈ મકરાણી નામનો યુવક, ફરિયાદીની સગીર વયની દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરતો હતો. ​આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં તેમણે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૫(૨) અને પોક્સો એક્ટની કલમ 8 અને 12 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે, જેના આધારે પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ આ ગુનો આચર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ આવા જ ગુનામાં સંડોવાયેલો હતો.આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપી નામદાર પોક્સો કોર્ટમાંથી જામીન પર મુક્ત થયો હતો, પરંતુ તેણે ફરીવાર આવું જ કૃત્ય આચર્યું હોવાથી ગઈકાલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં અગાઉના જામીન રદ કરવા માટેનો રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો છે. ​આરોપીએ જેલમાંથી બહાર આવીને બીજી વાર આ પ્રકારનો ગુનો કેમ આચર્યો અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે, તે જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ માટે પોલીસ દ્વારા આરોપીના પરિવારના સભ્યો તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની પણ મદદ લેવામાં આવશે. હાલમાં આ સમગ્ર ગુનાની આગળની તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કરી રહ્યા છે. ​પોલીસના જણાવ્યા મુજબ આરોપી કોઈ કામધંધો કરતો નથી. અગાઉ તેની સામે જે ગુનો દાખલ થયો હતો તેમાં ભોગ બનનાર અને ફરિયાદી પરિવાર અલગ હતો, જ્યારે આ કેસમાં બીજો પરિવાર સામે આવ્યો છે. જો કે, આરોપીની મોડસ ઓપરેન્ડી એવી છે કે તે સુખનાથ ચોક અને તેની આસપાસના નજીકના વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતીઓને જ આ રીતે નિશાન બનાવીને જાતીય સતામણી કરતો હતો. હાલમાં આ આરોપી એ-ડિવિઝન પોલીસની કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દીપડો રીવર રાફ્ટિંગ વિસ્તારમાં દેખાયો:પ્રવાસીઓમાં ભય, વન વિભાગે પાંજરા ગોઠવી પકડવાની કવાયત શરૂ કરી
    Next Article
    એક ગ્લાસ પાણી માટે ક્લિનિકમાં હોબાળો:ફેમિલી કેર ક્લિનિકમાં યુવકે ઘૂસી ફેન અને બી.પી. મશીનના કટકા કરી નાખ્યા, ડોક્ટરને માર્યો મારી જાનથી મારવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment