Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં 'પ્રગતિ પથ યાત્રા':પદાધિકારીઓએ ધરમ તળાવની મુલાકાત લીધી, દાજીરાજસિંહજી પાર્ક સહિત વિકાસ પ્રોજેક્ટ્સની સ્થળ પર સમીક્ષા

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારની 'પ્રગતિ પથ યાત્રા' પહોંચી છે. આ યાત્રાના ભાગરૂપે, ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમે વઢવાણના ઐતિહાસિક ધરમ તળાવ અને ઠાકોર સાહેબ દાજીરાજસિંહજી પાર્કની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અને પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સની સ્થળ પર જ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. શહેરીજનોની સુવિધા વધારવા માટેના આયોજનો અને આગામી નવા પ્રકલ્પો અંગે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. આ સમીક્ષામાં ધરમ તળાવના બ્યુટીફિકેશન, ઠાકોર સાહેબ દાજીરાજસિંહજી પાર્કના વિકાસ અને મહાનગરપાલિકાના અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ધરમ તળાવને પ્રવાસન અને સુવિધાની દ્રષ્ટિએ વધુ આકર્ષક બનાવવાની યોજના પર ચર્ચા થઈ હતી. દાજીરાજસિંહજી પાર્કમાં સ્થાનિક નાગરિકો અને બાળકો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પીવાના પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા અને સ્માર્ટ સિટી અંતર્ગત પ્રગતિ હેઠળના કાર્યોની ઝડપ વધારવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. 'પ્રગતિ પથ યાત્રા'નો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 12 વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાએ વિકાસના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી નાગરિકોને અવગત કરાવવાનો અને ભવિષ્યના વિકાસ રોડમેપને મજબૂત બનાવવાનો છે. વહીવટી તંત્રએ ખાતરી આપી છે કે તમામ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરીને જનતાને સમર્પિત કરવામાં આવશે. આ મુલાકાત પ્રસંગે ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, ચેરમેન નિખિલ ચાંપાનેરી, વનરાજસિંહ, પિન્ટુબેન, સોનલ દવે, જીજ્ઞાશા નાયક, ભારતીબેન ખોખાણી સહિત જિલ્લાના અગ્રણીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ કલ્પેશભાઈ ચૌહાણ, કેવંતસિંહ હેરમાં અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ જામા મસ્જિદ વિવાદ:જૈન સંતે 700 વર્ષ જૂના ‘સમડી વિહાર’ મંદિર સહિત 3 ઐતિહાસિક જૈન તીર્થ હોવાનો દાવો કર્યો, ભોંયરાના પુરાતત્વીય સર્વેક્ષણની માંગ કરી
    Next Article
    પાટણ યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં અધ્યાપકની મોટી બેદકારી:જોયા વગર જ બધા વિદ્યાર્થીઓને એકસરખા ગુણ આપ્યા, અધ્યાપક સામે 30 દિવસમાં કાર્યવાહી કરવા કુલપતિનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment