Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં અશાંત ધારો લાગુ કરવાની માગ:શિવાલય મંદિરથી નાગલપર દરવાજા વિસ્તારના હિન્દુ સંગઠનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

    1 week ago

    બોટાદ શહેરમાં શિવાલય મંદિરથી નાગલપર દરવાજા સુધીના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સંગઠનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં શિવાલય મંદિર, મહિલા સ્વામિનારાયણ મંદિર અને લક્ષ્મી માતાજી મંદિર જેવા અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. અહીં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે. રજૂઆતમાં જણાવાયું છે કે આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો દ્વારા નવી સંસ્થાઓ શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આના કારણે ભવિષ્યમાં કોઈ સામાજિક વિગ્રહ કે અશાંતિ ન સર્જાય તે માટે અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે. હિન્દુ સંગઠનોએ જણાવ્યું કે આ કાયદાના અમલથી બંને સમાજ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે. આ માંગણી સાથે શહેરના વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કલેકટરને આવેદનપત્ર આપીને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. હિન્દુ સંગઠનના આગેવાન આલકુંભાઈ ધાધલે આ અંગે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    3 થી 50 વર્ષના 70 સ્પર્ધકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો:નાયબ કમિશનર મકવાણાએ પ્રોત્સાહન આપ્યું, રાજપુતાના આર્ટ સ્ટુડિયોએ આયોજન કર્યું
    Next Article
    જામનગરમાં રિવાબાનો અનોખો અંદાજ:વિદ્યાર્થીઓ સાથે સ્ફૂર્તિથી બેડમિન્ટન રમીને શિક્ષણમંત્રીએ સહજતાનો પરિચય આપ્યો;'પ્રગતિપથ યાત્રા' અંતર્ગત ITRAની મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment