Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 થી 50 વર્ષના 70 સ્પર્ધકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો:નાયબ કમિશનર મકવાણાએ પ્રોત્સાહન આપ્યું, રાજપુતાના આર્ટ સ્ટુડિયોએ આયોજન કર્યું

    1 day ago

    સુરેન્દ્રનગરના દીનદયાળ હોલ ખાતે ગત 11મી તારીખે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા રાજપુતાના આર્ટ સ્ટુડિયોના સંયુક્ત ઉપક્રમે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કલાપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં ઉંમરનો કોઈ બાધ નહોતો. 3 વર્ષના બાળકોથી લઈને 50 વર્ષ સુધીના મહિલાઓ સહિત આશરે 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, 'મધર-સન' (માતા-પુત્ર) અને 'મધર-ડોટર' (માતા-પુત્રી)ની જોડીઓએ પણ સાથે મળીને ચિત્રકામ કરી કાર્યક્રમમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગરના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પર્ધકોની કળાને બિરદાવી હતી અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમને પ્રોત્સાહન રૂપે આર્ટ કીટ એનાયત કરી હતી. આ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે રાજપુતાના આર્ટ સ્ટુડિયોના ઓનર ભાવિની બા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. તેમના સુનિયોજિત આયોજનને કારણે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. ઉપસ્થિત વાલીઓ અને નગરજનોએ આ સુંદર આયોજનને વખાણ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Google teases new smart speaker, may launch next week: Report
    Next Article
    બોટાદમાં અશાંત ધારો લાગુ કરવાની માગ:શિવાલય મંદિરથી નાગલપર દરવાજા વિસ્તારના હિન્દુ સંગઠનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment