Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠા ગોરની પૂજા અને ભજનની રમઝટ:ન્યુ રાણીપની 'કૃષ્ણમ સ્ટેટસ' સોસાયટીમાં અધિક માસની ધામધૂમથી ઉજવણી

    9 hours ago

    મહાનગરમાં વસતા પરિવારો આજે પણ પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને એટલી જ આસ્થા સાથે જાળવી રહ્યા છે, જેનો જીવંત નમૂનો અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં આવેલા પ્રખ્યાત 'કૃષ્ણમ સ્ટેટસ' ફ્લેટમાં પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) દરમિયાન શ્રદ્ધા અને ભક્તિનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સોસાયટીની મહિલાઓ અને રહિશોએ સાથે મળીને આખો મહિનો ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં લીન થઈને વિતાવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિથી 'કોઠા ગોર'ની સ્થાપના અને પૂજન અધિક માસની શરૂઆતમાં સોસાયટીની મહિલાઓ દ્વારા એપાર્ટમેન્ટના પ્રાંગણમાં પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિથી માટીના પવિત્ર ‘કોઠા ગોર’ ની સ્થાપના કરવામાં આવી હતી. આખો મહિનો દરરોજ વહેલી સવારે સોસાયટીની બહેનો પરંપરાગત ભારતીય વસ્ત્રો સજીને પૂજાની થાળી સાથે એકત્રિત થતી હતી. બહેનો દ્વારા ભગવાન પુરુષોત્તમને જળ અને દૂધનો અભિષેક કરી, અબીલ-ગુલાલ, કંકુ અને પુષ્પો ચઢાવીને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવતું હતું. ભજન-કીર્તનથી ગુંજી સોસાયટી પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ સવાર અને સાંજ સોસાયટીના ચોકમાં એક નાનું એવું વૃંદાવન સર્જાતું હતું. ઝાંઝ, પખાજ અને મંજીરાના તાલ સાથે મહિલાઓ ભક્તિરસમાં તરબોળ થઈ જતી હતી. "શ્રીકૃષ્ણ શરણં મમ" અને "પુરુષોત્તમ પ્રભુની જય" ના ગગનભેદી નારાઓ અને મધુર ભજનોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ આધ્યાત્મિક અને દિવ્ય બની જતું હતું. વ્રત કથા શ્રવણમાં બાળકો અને વડીલો પણ જોડાયા ભજન-કીર્તનની સાથે-સાથે દરરોજ બપોરે અને સાંજે અધિક માસની પવિત્ર વ્રત કથાઓનું પઠન અને શ્રવણ કરવામાં આવતું હતું. આ ધાર્મિક કાર્યની ખાસ વાત એ હતી કે તેમાં માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ સોસાયટીના બાળકો, યુવાનો અને વડીલો પણ ભારે ઉત્સાહથી જોડાતા હતા. રોજબરોજની વ્યસ્ત દિનચર્યા વચ્ચે સોસાયટીના આ સુંદર આયોજને પરસ્પર ભાઈચારો અને ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું. 'કૃષ્ણમ સ્ટેટસ'ની બહેનોએ પોતાની અતૂટ શ્રદ્ધા, પરંપરાગત વિધિ-વિધાન, ભજન-કીર્તન અને કથા શ્રવણ દ્વારા આખો મહિનો ભગવાન શ્રીહરિની આરાધના કરી સોસાયટીના આંગણાને એક પવિત્ર તીર્થધામ બનાવી દીધું હતું. સોસાયટીના આ સુંદર ધાર્મિક માહોલની આસપાસના વિસ્તારમાં પણ પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં SSC, HSC પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:વિદ્યાર્થીઓએ તૈયારી મુજબ પ્રશ્નો પૂછાયા હોવાનું જણાવ્યું
    Next Article
    ભુખલી સાથળીમાં મંત્રી કૌશિક વેકરિયાએ ચેકડેમ-કોઝવેનું લોકાર્પણ કર્યું:રૂ.49.50 લાખના ખર્ચે નિર્માણ પામેલા જળસંચય કાર્યથી ગામડાઓને મોટો ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment