Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુખલી સાથળીમાં મંત્રી કૌશિક વેકરિયાએ ચેકડેમ-કોઝવેનું લોકાર્પણ કર્યું:રૂ.49.50 લાખના ખર્ચે નિર્માણ પામેલા જળસંચય કાર્યથી ગામડાઓને મોટો ફાયદો

    8 hours ago

    અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના ભુખલી સાથળી ગામે ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ચેકડેમ અને કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આશરે રૂ. 49.50 લાખના ખર્ચે નિર્માણ પામેલા આ જળસંચય કાર્યથી ગામડાઓને મોટો ફાયદો થશે. અંદાજિત રૂ. 49 લાખથી વધુના ખર્ચે નિર્મિત આ ચેકડેમ અને કોઝવેનું મહાનુભાવોએ જળ અર્પણ કરીને લોકાર્પણ કર્યું હતું. 44 મીટર લંબાઈ અને 1.30 મીટર ઊંડાઈ ધરાવતા આ ચેકડેમમાં આશરે 2.68 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે, જે ટૂંકાગાળામાં પૂર્ણ થયેલી કામગીરીનું પરિણામ છે. કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભુખલી સાથળી ગામમાં જાહેર સભામાં ગામ લોકોએ ડેમ બનાવવાની માંગણી કરી હતી. ત્યારે તેમણે વચન આપ્યું હતું કે, જો હું ચૂંટાઈ આવીશ તો તમારા ગામમાં ડેમ બનાવી આપીશ. મંત્રી વેકરિયાએ ઉમેર્યું હતું કે, આજે એ વચન સાકાર થતું જોઈને હું ફરી એકવાર તેનો સાક્ષી બન્યો છું. ભુખલી સાથળી ખાતે નિર્મિત આ ચેકડેમ માત્ર પાણી સંગ્રહનું માધ્યમ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના કૃષિ વિકાસ માટે એક મજબૂત પાયો છે. ચેકડેમ અને નદી ઊંડીકરણના કારણે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, આસપાસના કૂવા અને બોરમાં પાણીની ઉપલબ્ધતા વધશે તેમજ આશરે 8 હેક્ટર વિસ્તારની ખેતીને સીધો લાભ મળશે. આ અંગે ચેકડેમ ખાતે ખેતીલાયક જમીન ધરાવતા વરિષ્ઠ કૃષિકાર નના આહીરે જણાવ્યું હતું કે, આ ચેકડેમ બનવાથી અને નદી ઊંડી થવાથી પાણીના તળ ઊંચા આવશે. અત્યારે મારી જમીનના એક વીઘાનો ભાવ બમણો થઈ ગયો છે. ખેતી માટે આ પાણી આશીર્વાદ સમાન બનશે. આ ચેકડેમના નિર્માણથી વરસાદી પાણીનો વ્યાપક સંગ્રહ થશે, જમીનમાં પાણીનું રિચાર્જિંગ વધશે, ખેતીમાં ઉત્પાદન ક્ષમતા વધશે અને ખેડૂતોને લાંબા ગાળે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. સાથે જ પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આવા જળસંચય કાર્યો ગ્રામ વિકાસ અને કૃષિ વિકાસના નવા આયામો સર્જી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોઠા ગોરની પૂજા અને ભજનની રમઝટ:ન્યુ રાણીપની 'કૃષ્ણમ સ્ટેટસ' સોસાયટીમાં અધિક માસની ધામધૂમથી ઉજવણી
    Next Article
    बिजनौर में गिरा आम का पेड़ तो आम पर टूट पड़े लोग

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment