Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ પ્લેન ક્રેશ: ન્યાય ઝંખતો પરિવાર:ભરુચના સાહિલના માતા-પિતા ડિપ્રેશનની દવાઓ ગળવા મજબૂર; પરિવારે કહ્યું,'મોટા-મોટા વાયદાઓ કરાયા હતા, પરંતુ હવે અધિકારીઓ અમારા ફોન પણ ઉપાડતા નથી'

    1 day ago

    અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે પૂરૂં 1 વર્ષ વીતી ગયું છે, પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા એક કમનસીબ પરિવારના આંસુ હજુ સુકાયા નથી. આ કાળમુખા પ્લેન ક્રેશમાં વિદેશમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની આશા રાખનાર 25 વર્ષીય આશાસ્પદ યુવાન સાહીલ સલીમ પટેલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આજે એક વર્ષ પછી પણ પીડિત પરિવાર વહીવટીતંત્ર અને એરલાઇન્સ સામે ન્યાયની આશાએ આંખો પથરાવીને બેઠો છે. સંતાન ગુમાવવાનું અસહ્ય દુઃખ અને પિતાની ન્યાયની પોકાર "કોઈપણ માતા-પિતા માટે પોતાના જુવાનજોધ દીકરાની અર્થી ઉઠાવવી એ દુનિયાનું સૌથી મોટું અને અસહ્ય દુઃખ છે." સાહીલના પિતા અને ભરૂચ ભાજપના આગેવાન સલીમભાઈ ગડદુ પટેલે ભારે હૈયે જણાવ્યું કે, આ કરુણાંતિકાને આટલો સમય વીતી ગયો હોવા છતાં જવાબદારો સામે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તેમનો પરિવાર આજે પણ માત્ર એક જ માંગ કરી રહ્યો છે કે આ વિમાન અકસ્માત માટે જે કોઈ પણ બેદરકારી જવાબદાર હોય, તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ. ઘરનો લાડકવાયો છીનવાતા આખો પરિવાર ડિપ્રેશનમાં સાહીલની બહેન શાહીસ્તા પટેલે પોતાના ભાઈને યાદ કરતા ભીની આંખે જણાવ્યું કે, સાહીલ ઘરમાં સૌથી નાનો અને સૌનો વહાલો હતો. તેને ગુમાવ્યાનો આઘાત એટલો ઊંડો છે કે તેના વડીલો હજુ સુધી સામાન્ય જીવન જીવી શક્યા નથી. સાહીલના અકાળ અવસાન પછી તેના માતા-પિતા ગંભીર ડિપ્રેશનનો ભોગ બન્યા છે અને આજે પણ નિયમિત દવાઓ સહારે દિવસો કાપી રહ્યા છે. એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપના વાયદાઓ પોકળ સાબિત થયા પરિવારનો સૌથી મોટો આક્રોશ એરલાઇન કંપનીના વલણ સામે છે. શાહીસ્તા પટેલે એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપના સીઈઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, દુર્ઘટના સમયે તેઓએ સહાનુભૂતિ બતાવીને અમને 'પોતાનો પરિવાર' ગણાવ્યા હતા. મેડિકલ સહાય, શિક્ષણ અને પરિવારના સભ્યને નોકરી આપવાના મોટા-મોટા વાયદાઓ કરાયા હતા, પરંતુ આજે એ જ અધિકારીઓ અમારા ફોન પણ ઉપાડતા નથી કે મેસેજનો જવાબ આપવાની તસ્દી લેતા નથી. પ્રથમ પુણ્યતિથિએ સાહીલની યાદમાં આખું સારોદ ગામ હિબકે ચઢ્યું સાહીલ માત્ર પોતાના પરિવારનો જ દીકરો નહોતો, પરંતુ સારોદ ગામના પ્રત્યેક વડીલ અને યુવાનનો પ્રિય મિત્ર હતો. તેની પ્રથમ પુણ્યતિથિએ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનો પણ માની રહ્યા છે કે સાહીલ જેવા એક નિર્દોષ અને હોનહાર યુવાને એરલાઇન્સની કથિત બેદરકારીના કારણે જીવ ગુમાવવો પડ્યો છે, જે અત્યંત આઘાતજનક છે. માત્ર આશ્વાસન નહીં, હવે નિષ્પક્ષ તપાસ અને પરિણામ જોઈએ પરિવારની આંખોમાં આજે પણ ભીનાશ અને હૃદયમાં ન્યાયની આશા જીવંત છે. પ્લેન ક્રેશની આ ભયાનક ઘટના પાછળનું સાચું કારણ શું હતું તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તેવી પરિવારની અંતિમ ઈચ્છા છે. પીડિત પરિવારોને હવે માત્ર શાબ્દિક સહાનુભૂતિના ખોટા આશ્વાસનો નહીં, પરંતુ કંપનીઓ તરફથી વાસ્તવિક જવાબદારી અને ન્યાયપૂર્ણ વર્તનની તાતી જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના રામનગરમાં ચામુંડા માતાજીનો નવરંગ માંડવો:બજરંગદળ યુવા મિત્ર મંડળ અને સમસ્ત રામનગર દ્વારા આયોજન
    Next Article
    શરવરીના નાના હતા CM, એક કૌભાંડે ખુરસી છીનવી:કેટરીનાના દિયર સાથે બ્રેકઅપ કરી હવે ખુશી કપૂરના Ex-BFને પ્રેમ કરતી હોવાની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment