Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામ પોલીસે વોન્ટેડ સોની વેપારીને ઝડપ્યો:થાણેથી ઘરફોડ ચોરીના દાગીના ખરીદનાર આરોપી પકડાયો

    11 hours ago

    વલસાડ જિલ્લા પોલીસે નાસતા-ફરતા અને વોન્ટેડ ગુનેગારો વિરુદ્ધ ચલાવેલી ઝુંબેશ હેઠળ ઉમરગામ પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ઘરફોડ ચોરીના ગુનામાં ચોરાયેલો મુદ્દામાલ ખરીદનાર વોન્ટેડ સોની વેપારીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ સુમન ઉર્ફે સોનું ગુલ્લુ ગુદોસાના શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં તેણે રાત્રિના સમયે એક મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને ઘડિયાળની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ચોરીનો સમગ્ર મુદ્દામાલ મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા વિમલ ઉર્ફે સોનુ મોતીલાલ ભગવતી સોનીને વેચી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદથી વિમલ સોની પોલીસ પકડથી બચવા માટે નાસતો-ફરતો હતો. ઉમરગામ પોલીસને બાતમી મળી હતી કે, આરોપી થાણેના વાગલે સ્ટેટ વિસ્તારમાં સંસાર બેકરી પાસેની ગલીમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસ ટીમે મહારાષ્ટ્રમાં જઈ સ્થાનિક સ્તરે વોચ ગોઠવી હતી અને આરોપી વિમલ સોનીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વિમલ સોની સામે અગાઉ પણ ચોરીના મુદ્દામાલની ખરીદી અને ઘરફોડ ચોરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે વાપી ટાઉન તેમજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લા પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી સતત કાર્યવાહીના ભાગરૂપે આ ધરપકડને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને ચોરીના અન્ય ગુનાઓ સાથે તેની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:પુત્રને યાદ કરી માતા કરી રહી છે વિલાપ; થોડીવારમાં બ્રિટિશ હાઈ કમિશનર પહોંચશે
    Next Article
    Ahmedabad Plane Crash LIVE | અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના પર મોટો ખુલાસો ! | Air India Live |N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment