Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઝરીની ટીમ દ્વારા ખેતી ઉપયોગી આયોજન:પધ્ધર અને લાખોંદમાં ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂતોને ઉપયોગી માહિતી અપાઈ

    18 hours ago

    કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર અનુસંધાન સંસ્થાન (કાઝરી), કુકમાની ટીમ-2 દ્વારા પધ્ધર અને લાખોંદમાં ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂત સંપર્ક અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાઝરીના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. પધ્ધર સરપંચ રાજેશ નારણ ખુંગલાએ સક્રિયપણે ભાગ લઈ સહયોગ આપ્યો હતો. વરિષ્ઠ વૈજ્ઞાનિક એમ. સુરેશકુમાર અને ડો. અભિષેક પટેલે ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ના ઉદ્દેશ્યોથી માહિતગાર કર્યા અને ખેતરની ફળદ્રુપતા પ્રાકૃતિક પદ્ધતિઓથી કેવી રીતે વધારવી, દેશી ખાતર, ગાયનું છાણ, બીજામૃત જેવી પ્રાકૃતિક પ્રણાલીઓ અપનાવવાની સલાહ આપી હતી. સાથે, ખેતરના શેઢા-પાળા પર ગ્લેરીસીડીયા, શેસબાનિયા જેવા સહાયક વૃક્ષો વાવવાની માહિતી આપી હતી, જે કુદરતી રીતે જમીનમાં નાઇટ્રોજનની માત્રા વધારીને ફળદ્રુપ બનાવે છે. ટેકનિકલ અધિકારી મહાવીર સિંહે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતરની માટીના નમૂના લેવાની રીતનું પ્રેક્ટિકલ પ્રદર્શન કર્યું હતું. ભવાની દરજીએ ખેડૂતોને જમીનના બગડતા સ્વાસ્થ્ય પ્રત્યે સૌને જાગૃત કર્યા સાથે પાણીનો બગાડ અટકાવવા માટે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જેવી કે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઠગાઇ:‘સુલેમાની પથ્થર બંદૂકની ગોળીની દિશા બદલે છે’ કહી 20 કરોડમાં જ્યોતિષને વેચવા જતા 3 પકડાયા
    Next Article
    Sensex up by 920 points as Donald Trump declares end to Iran war

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment