Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ સત્યનારાયણ કથા:પરસોત્તમ માસ નિમિત્તે અનેક દંપતીઓ યજમાન બન્યા

    21 hours ago

    જામનગરમાં પવિત્ર પરસોત્તમ માસના પાવન અવસરે ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા ગુરુવાર, ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ સાંજે ૪ કલાકે કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલી દયાશંકર બ્રહ્મપુરી ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી કે દરેક જ્ઞાતિમાંથી માત્ર દંપતીઓ જ પૂજામાં બેસી શકે. મોટી સંખ્યામાં દંપતીઓએ યજમાનપદે બિરાજીને આ ધાર્મિક અવસરનો લાભ લીધો હતો. દરેક દંપતી દીઠ ૫૦૧ રૂપિયાનું યોગદાન પણ આપવામાં આવ્યું હતું. કથાની પૂર્ણાહુતિ બાદ સર્વે જ્ઞાતિજનો માટે ફરાળી ભોજનની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતા, ઉપપ્રમુખ બટુકભાઈ રાવલ અને મંત્રી મહેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ:પરિવારજનો હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી
    Next Article
    કચ્છની ફિલ્મનો દેશના 6 શહેરોમાં સ્પેશિયલ શો.:કુનરીયાથી ઓસ્કાર પહોંચેલી લગાનને 25 વર્ષ - ફરી સિનેમાઘરોમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment