Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી:દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી, યુવક પાંચ દિવસથી ગુમ હતો

    1 day ago

    સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક એક યુવકની ગઇકાલે(11 જૂન) મોડી રાત્રે લાશ મળી હતી. ઓમકાર રેસીડેન્સી બહાર પાર્ક કરેલ વેગેનર કારમાંથી યુવકની લાશ મળી છે. યુવક પાંચ દિવસથી ગુમ હતો. લાશ કોહવાઈ જતા દુર્ગંધ આવવા લાગી હતી. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે લાશને બહાર કાઢી. યુવકની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે. શંકાસ્પદ હાલતમાં લાશ મળતા અકસ્માત, આત્મહત્યા કે હત્યા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ગઇકાલે જ પુણા વિસ્તારમાં લેક ગાર્ડનના ગેટ સામે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં કરપીણ હત્યા કરી દેવાઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘાતકી હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા 5 મહિનામાં 53મી હત્યા છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 74,800 પર ટ્રેડિંગ:નિફ્ટી 300 પોઈન્ટ ઉપર 74,800 પર પહોંચ્યો; મેટલ અને બેન્કિંગ શેરોમાં ખરીદી
    Next Article
    27 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?:બિહારમાં વીજળી પડતા 9નાં મોત, સાત દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment