Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેમિલી કોર્ટના સ્ટાફની મિટીંગ:લગ્ન વિવાદ બાદ સિંગર કાજલ મહેરીયાની છુટાછેડાની નકલી અરજી, કોર્ટે કાઢી નાખી

    12 hours ago

    ગુજરાતી ગાયક કલાકાર કાજલ મહેરીયા અને તેમના પતિ અલ્પેશ ઠાકોરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલી છૂટા છેડાની ખોટી અરજી 10 જૂનના રોજ મહેસાણાની ફેમિલી કોર્ટના જજે આખરે સુનવણી બાદ હુકમ કરીને કાઢી નાખી હતી. અંદાજે બે મહિના પૂર્વે ફેમિલી કોર્ટના રજીસ્ટર અને પ્યુન સહિતના ક્લેરિકન્સ સ્ટાફની કોર્ટની ચેમ્બરમાં બેઠક હતી તે સમયે છુટાછેડાની નોટરી કરેલી આ અરજી કોઈ અજાણ્યો શખ્સ રજીસ્ટારના ટેબલ પર મૂકીને જતા રહેતા તે ફેમિલી કોર્ટમાં દાખલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અરજી દાખલ થઈ ગઇ હોવાથી કોઈ હાજર ન રહેતા કોર્ટે તેમને નોટિસ કાઢી હતી. કાજલ મહેરીયાએ શેરથાના અલ્પેશ ઠાકોર સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ એક એપ્રિલ 2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મહેસાણાની ફેમીલી કોર્ટમાં તેમના.. અનુસંધાન પાન-2 લાંબી પ્રોસેસ બાદ છુટાછેડાનો હુકમ થાય છે ફેમિલી કોર્ટના વકીલ શીતલ પટેલના જણાવ્યા મુજબ બંને પક્ષકારો હાજર રહીને રજીસ્ટરની રૂબરૂ એફિડેવિટ કરીને તેઓ સામાજિક રીતે પ્રયત્ન કરવા છતાં ભેગા થઈ શકે તેમ ન હોવાથી સંમતિથી છુટાછેડા લેવા અરજી કરે છે. કોર્ટ તેમના એપ્લિકેશનની સુનવણી કરે અને બંનેની પૂછ કરે છે કે ફરીથી ભેગા રહેવું શક્ય નથી અને ત્યારબાદ કોર્ટ ઓર્ડરની તારીખ આપે તે પૂર્વે ફરીથી બંનેને પૂછે છે . ભેગા રહેવાની કોઈ શક્યતા નથી ત્યારે બંને પક્ષકારો પતિ પત્ની એફિડેવિટમાં કરેલી હકીકત સાચી છે અને સામાજિક પ્રયત્ન કરવા છતાં પણ અમે ભેગા રહી શકીએ તેમ નથી અને છુટાછેડાનો હુકમ કરવામાં આવે તો અમને વાંધો નથીનું કહ્યા બાદ ફેમિલી કોર્ટ તેમના છુટાછેડાનો હુકમ કરે છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના તુગલકાબાદમાં બિલ્ડિંગમાં આગ, 3નાં મોત:6 દાઝ્યા, પાર્કિંગમાં ટુ-વ્હીલરમાં આગ લાગી, 5મા માળ સુધી ફેલાઈ; છત પરથી બચાવ
    Next Article
    વિસનગરના ગુંજા અને કિયાદરના બંને શખ્સો હથિયારો લઇને આવ્યા હતા:મહેસાણામાં બે શખ્સોએ યુવકના ઘરમાં ઘૂસી 75 લાખ માંગી ધમકી આપતાં ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment