Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇરાન પર રાત્રે થનારા હુમલા રદ:ટ્રમ્પ બોલ્યા- ઇરાની નેતૃત્વના ટોચના સ્તરે વાતચીતને મંજૂરી મળી

    17 hours ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે ગુરુવાર રાત્રે ઇરાન વિરુદ્ધ પ્રસ્તાવિત હવાઈ હુમલા અને બોમ્બમારો રદ કરી દીધો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે ઇરાની નેતૃત્વના "ઉચ્ચતમ સ્તર" પરથી વાતચીતને મંજૂરી મળવાના સંકેત મળ્યા. ટ્રમ્પે કહ્યું કે પહેલા અમેરિકા ઇરાન પર કડક હુમલા કરવાની તૈયારીમાં હતું. તેમણે આ પહેલાં ચેતવણી આપી હતી કે અમેરિકી સેના ઇરાન પર "ખૂબ જ કડો પ્રહાર" કરશે અને ખાર્ગ દ્વીપ સહિત કેટલાક પ્રમુખ તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થળોને નિશાન બનાવી શકાય છે. બીજી તરફ, ઓમાન પાસે ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર અમેરિકી હુમલાને લઈને ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકી નૌસેનાએ ભારતીય ક્રૂ ધરાવતા ત્રીજા જહાજ MT જલવીર પર પણ હુમલો કર્યો છે. આના પર સવાર તમામ 20 ભારતીયો સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ભારતે આ મામલે અમેરિકી રાજદૂતને સમન્સ પાઠવીને કડક વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે જહાજો પર થઈ રહેલા હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. જોર્ડને કહ્યું- 5 ઈરાની મિસાઈલો હવામાં તોડી પાડી: જોર્ડનની સેનાએ દાવો કર્યો કે ઈરાનથી છોડવામાં આવેલી 5 મિસાઈલોને ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દેવામાં આવી. કોઈ નુકસાનની જાણ નથી. 2. ઈરાનનો દાવો- અમેરિકી MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું: તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર દક્ષિણ ઈરાનના જામ વિસ્તારમાં અમેરિકી MQ-9 ડ્રોનને તોડી પાડવામાં આવ્યું. અમેરિકા તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 3. હોર્મુઝ નજીક ટેન્કર પર અમેરિકી હુમલો: ઓમાનના દરિયાકિનારે એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલા બાદ આગ લાગી ગઈ. જહાજ પર 24 ભારતીય સહિત 28 ક્રૂ મેમ્બર સવાર હતા. એક વ્યક્તિનું મોત થયું, જ્યારે કેટલાક ક્રૂ મેમ્બર ગુમ હોવાનું જણાવાયું. 4. રશિયાએ અમેરિકા-ઈરાનને હુમલા રોકવા અપીલ કરી: મોસ્કોએ બંને દેશોને સંયમ રાખવા અને સૈન્ય કાર્યવાહી બંધ કરીને રાજદ્વારી માર્ગ અપનાવવા જણાવ્યું. 5. કતારનું પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું: કતારે પ્રાદેશિક તણાવ ઘટાડવા અને અમેરિકા-ઈરાન સંઘર્ષ પર વાતચીત કરવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ ઈરાન મોકલ્યું છે. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Mexico vs South Africa Live, FIFA World Cup: 3 red cards, 2 goals, & win for MEX
    Next Article
    15 સોસા.માં અપુરતુ પાણીની સમસ્યાનો ઉકેલ આવશે:કૈલાસવાટિકા નજીકની બંધ ટાંકીમાં ધરોઈનું પાણી ભરાશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment