Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ સંબંધમાં આડો આવતા પતિની કરપીણ હત્યા:પત્નીએ પોતાના પ્રેમી પિતરાઈ ભાઈ સાથે મળીને મૃતદેહના ટુકડા કરી જમીનમાં દાટી દીધો

    8 घंटे पहले

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી ગામમાંથી પ્રેમ, દગો અને હત્યાની એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. સગા પિતરાઈ ભાઈ અને પત્ની વચ્ચેના પ્રેમ સંબંધમાં આડો આવતા પતિની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહના ટુકડા કરીને તેને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. પત્ની અને તેના પિતરાઈ ભાઈ વચ્ચે પ્રેમસંબંધ મળતી માહિતી મુજબ, ભોગ બનનાર રાજેશ સોલંકીની પત્ની શિલ્પા અને તેના સગા પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર અર્જુન સોલંકી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંનેના સંબંધોમાં રાજેશ અવરોધરૂપ બનતા તેને રસ્તામાંથી હટાવવાનો ભયાનક પ્લાન ઘડવામાં આવ્યો હતો. આરોપી ધર્મેન્દ્રએ રાજેશ પર ઈંટ વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. રાજેશના મૃતદેહના ટુકડા જમીનમાં દાટી દીધો હત્યાકાંડ બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. રાજેશના મૃતદેહના ટુકડા કરીને તેને ગામ નજીક જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો, જેથી કોઈને ઘટનાની જાણ ન થાય. જોકે, સમગ્ર મામલો બહાર આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. ખાડામાં લાશના એક એક ટુકડા ગોઠવીને મીઠું નાખીને દાટી દીધી : મૃતક રાજેશના ભાભી મૃતક રાજેશના ભાભી પારૂલબેને જણાવ્યું કે પહેલા એનું માથું પછાડી પછાડીને મારવામાં આવ્યો. તેનો જીવ ગયો પછી 24 કલાક લાશ પડી હતી. બીજે દિવસે બપોરે કપડું પાથરીને લાશના કટકા કર્યા અને માથાના વાળ કાપીને પોટલું બાંધ્યું. ત્યાર બાદ ખાડો ખોદીને એમાં લાશના એક એક ટુકડાને ગોઠવીને મીઠું નાખીને દાટી દીધી હતી. આ હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ. પોલીસે મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો ઘટનાની જાણ થતાં જ પંચમહાલ SP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ભાદરોલી ગામે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી જમીનમાં દાટેલા ખાડામાંથી મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા હતા. મૃતદેહની હાલત અત્યંત વિકૃત હોવાથી તેને વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે વડોદરા મોકલવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી ધર્મેન્દ્રની ગણતરીના કલાકોમાં અટકાયત આ ચકચારી હત્યા કેસમાં કાલોલ પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી ધર્મેન્દ્ર અર્જુન સોલંકીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી છે. તેની સામે હત્યા અને પુરાવા નષ્ટ કરવા સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, પોલીસ તપાસમાં હજુ અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે. મૃતદેહના ટુકડા કરવા અને તેને જમીનમાં દાટવા જેવી ગંભીર ઘટનામાં માત્ર ધર્મેન્દ્ર અને શિલ્પાની જ સંડોવણી હતી કે અન્ય કોઈ વ્યક્તિએ પણ મદદ કરી હતી તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પ્રેમ સંબંધમાંથી જન્મેલા આ ખૂની ખેલે સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. હવે પોલીસ તપાસમાં આગળ કયા નવા ખુલાસા થાય છે અને આ હત્યાકાંડમાં અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના લોકો પર માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે, મીન રાશિના જાતકો માટે સૂર્ય સમાન ચમકતો દિવસ
    Next Article
    अमेरिका के हमले में मारे गए तीन भारतीय, क्या चुनौती देगी मोदी सरकार?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment