Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના લોકો પર માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે, મીન રાશિના જાતકો માટે સૂર્ય સમાન ચમકતો દિવસ

    10 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 12 જૂન 2026, શુક્રવારના રોજ અધિક જેઠ વદ બારસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મેષ છે. રાહુકાળ સવારે 10:59 થી 12:39 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આર્થિક દ્રષ્ટિથી આજે દિવસ સાનુકૂળ રહેશે. પ્રોપર્ટી સાથે સંબંધિત કોઈ ઉત્તમ ડીલ પણ સંભવ છે. સંતાનના કરિયર સંબંધી કોઈ સમસ્યાને લઈને કોઈ ખાસ વ્યક્તિ તરફથી યોગ્ય સલાહ અને મદદ મળશે. જેનાથી તમે રાહત અનુભવશો અને અન્ય કાર્યો પર પણ ધ્યાન આપી શકશો. નેગેટિવ- વિદ્યાર્થીઓએ પોતાની ભૂલોમાંથી શીખ લઈને ભણવા પ્રત્યે હજી વધુ મહેનત કરવી પડશે. દિવસના બીજા ભાગમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. પોતાની મહત્વપૂર્ણ વસ્તુઓની સંભાળ જાતે કરો. બીજા પર નિર્ભર રહેવાથી પરેશાની થઈ શકે છે. વ્યવસાય- કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થા ઉત્તમ રહેશે તથા મન અનુકૂળ રીતે પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થતી જશે. નોકરીયાત વ્યક્તિ પોતાના કાર્યને અત્યંત ધ્યાનપૂર્વક કરે, કારણ કે કોઈ ભૂલના કારણે અધિકારી વર્ગ તમારાથી નારાજ થઈ શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે એકબીજા પ્રત્યે સહયોગ અને સન્માનની ભાવના બનેલી રહેશે. યુવાનો પોતાના લવ પાર્ટનર સાથે તાલમેલ જાળવી રાખે. સ્વાસ્થ્ય- વધારાનો કાર્યભાર પોતાના પર લેવાના કારણે તણાવ અને થાક હાવી રહેશે. યોગ અને મેડિટેશન જરૂર કરો. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- પરિવારના સારસંભાળને લઈને કેટલીક યોજનાઓ બનશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા મહત્વપૂર્ણ સલાહ મળશે, જે ફાયદાકારક રહેશે. પોતાની વિચારણીને સકારાત્મક અને સંતુલિત બનાવવા માટે થોડો સમય ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પણ જરૂર કાઢો. આનાથી તમારા વ્યક્તિત્વમાં પણ હજી વધુ નિખાર આવશે. નેગેટિવ- કોઈ પણ પડકાર અથવા પરીક્ષાની ઘડીમાં ધીરજથી કામ લેવાની જરૂર છે. સ્વાર્થી મિત્રોથી અંતર જાળવી રાખવું. તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય સાથે સંબંધિત કોઈ પણ નિર્ણય લેતી વખતે ઘરના વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન પણ અવશ્ય લે. વ્યવસાય- તમારી યોજનાઓ અને કાર્યક્ષમતા બિઝનેસને એક નવી ગતિ પ્રદાન કરશે. આજે તમે માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વધુ ધ્યાન લગાવો. કોઈ અધિનસ્થ કર્મચારીના કારણે કોઈ નુકસાન પણ થઈ શકે છે. આંતરિક વ્યવસ્થામાં કોઈ બદલાવ લાવવાનો પ્લાન છે, તો વાસ્તુ સંમત નિયમોને પણ જરૂર ધ્યાનમાં રાખો. લવ- જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે. પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક વાતથી અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય- માઇગ્રેન અને માથાના દુખાવાના કારણે દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ જશે. ભારે તથા તળેલું-શેકેલું ખાનપાન લેવાથી પરહેજ રાખો. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે સહાયક રહેશે. કલાત્મક કાર્યોમાં રુચિ વધશે. સાથે જ જનસંપર્કને પણ વેગ મળશે અને તમે પોતાની અંદર અદ્ભુત શાંતિ અનુભવશો. પરિવારના સભ્યો સાથે કોઈ યાત્રા સંબંધી પ્રોગ્રામ બનશે. નેગેટિવ- ક્યારેક ક્યારેક વિપરીત પરિસ્થિતિઓમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમે તરત જ તેના પર કાબૂ મેળવી લેશો. બાળકો પર બહુ વધારે શિસ્ત રાખવું તેમને પરેશાન કરી શકે છે, તેથી તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો તો યોગ્ય રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં લાભ સંબંધી નવી સંભાવનાઓ મળશે અને તમને મહેનત અનુરૂપ પરિણામ પણ મળશે. પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરશો. સરકારી સેવામાં કાર્યરત વ્યક્તિઓને પોતાના પ્રોજેક્ટ પ્રત્યે ખૂબ વધારે મહેનત કરવાની જરૂર હશે. લવ- મિત્રો સાથે મેળ-મુલાકાત તણાવભર્યા દિવસમાંથી રાહત પ્રદાન કરશે. પરિવાર સાથે ડિનર પર જવાનો પણ પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્ય- ગળામાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન કે ખાંસી-શરદી રહી શકે છે. લાપરવાહી બિલકુલ ન રાખશો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- ઘરમાં સંબંધીઓનું આગમન થશે, પ્રસન્નતાની સાથે સંબંધને નિભાવો. કાર્યોને નિયમબદ્ધ થઈને કરવા લાભદાયક સાબિત થશે. કોઈ આધ્યાત્મિક સ્થળ પર થોડો સમય પસાર કરવો આત્મિક ખુશી આપશે. ફાઇનાન્સ સંબંધી અટકેલું કાર્ય પણ આજે સંપન્ન થઈ શકે છે. નેગેટિવ- કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવવા પર ગભરાવાના બદલે ધીરજ અને સંયમ રાખો. જો કોઈ ભૂલો થઈ રહી છે, તો ગભરાવાના બદલે તેમને સુધારવાનો પ્રયત્ન કરો. યુવાનોને પ્રગતિ મેળવવા માટે મોજ-મસ્તીની અપેક્ષાએ પોતાના કરિયર અને ભવિષ્ય સંબંધી યોજનાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં સુધારો લાવવો જરૂરી છે. બહેતર રહેશે કે પોતાની કાર્યપ્રણાલી અને પરિવર્તન સંબંધી યોજનાઓ પર ફરીથી ચર્ચા-વિચારણા કરો. આ સમયે બહુ વધારે મહેનત અને ઓછો લાભ જેવી સ્થિતિ બની રહી છે. નોકરીમાં કોઈ વાતને લઈને તણાવ રહી શકે છે. લવ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. ઘરના સભ્યો સાથે વાર્તાલાપ તથા મનોરંજનમાં પણ સમય પસાર થશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનથી પોતાનો બચાવ રાખો તથા વ્યવસ્થિત દિનચર્યા બનાવો. તણાવ, માથાનો દુખાવો જેવી સ્થિતિ રહેશે. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- આજે દિવસની શરૂઆત ખૂબ જ સકારાત્મક રહેશે. મન મનપસંદ રીતે કાર્યો સંપન્ન થઈ જશે. પરિવાર સાથે શોપિંગ વગેરેમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓનું ભણવા પર ફોકસ બનેલું રહેશે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે, તેમાં આવી રહેલી અડચણો દૂર થશે. નેગેટિવ- લાપરવાહીના કારણે વ્યર્થની પ્રવૃત્તિઓમાં ધન અને સમયનો વ્યય થવાની સ્થિતિ પણ બની શકે છે. ધ્યાન રાખો કે વધુ વ્યવહારુ (પ્રેક્ટિકલ) થઈ જવું કેટલાક નજીકના સંબંધોમાં ખટાશ પણ લાવી શકે છે. કોઈ પણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. વ્યવસાય- કારોબારમાં કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે પારિવારિક સંમતિ પણ અવશ્ય લો. આંતરિક વ્યવસ્થામાં થોડો ફેરફાર લાવવાથી કાર્યપ્રણાલીમાં સુધારો આવી શકે છે. વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકો માટે યોગ્ય તકો બની રહી છે. કોઈ પણ ગેરકાનૂની કાર્યમાં રુચિ લેવી તમને મુશ્કેલીમાં મૂકી દેશે. લવ- પારિવારિક માહોલ ખુશનુમા રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધો બદનામીનું કારણ બની શકે છે, તેથી આનાથી અંતર જાળવી રાખવું. સ્વાસ્થ્ય- કમરના દુખાવાની સમસ્યાને લાપરવાહીમાં ન લો તથા તરત જ ઈલાજ કરાવો અને વ્યાયામ પર પણ ધ્યાન આપો. લકી કલર- લાલ લકી નંબર- 3 પોઝિટિવ- સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપવું તમારી ઓળખ વધારશે. લોકપ્રિયતાની સાથે-સાથે તમારા જનસંપર્કનો દાયરો પણ વધશે. કેટલાક રાજકીય લોકો સાથે પણ લાભદાયક મુલાકાત થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન કરાવવા હેતુ યોજના બની શકે છે. નેગેટિવ- વ્યક્તિગત બાબતોને લઈને ચાલી રહેલા તણાવની અસર તમારી કાર્યક્ષમતા પર પડશે અને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પણ હાથમાંથી નીકળી શકે છે. બહેતર રહેશે કે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો. નજીકના સંબંધોથી મતભેદ ન થવા દો. વ્યવસાય- વ્યક્તિગત વ્યસ્તતાના કારણે વ્યવસાય પર વધુ ધ્યાન નહીં આપી શકો. જોકે ફોનના માધ્યમથી કાર્યો ચાલતા રહેશે. માર્કેટીંગ સંબંધિત કાર્યોમાં યોગ્ય સફળતા પણ હાસિલ થશે. પરંતુ જોખમી પ્રવૃત્તિના કામોથી દૂર રહો અને ફાઇનાન્સ સંબંધિત કાર્યોમાં પણ સાવધાની રાખો. નોકરીમાં પોતાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લેશો. લવ- પોતાની વાતોને જીવનસાથી સાથે જરૂર શેર કરો, આનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. સાથે જ પ્રેમ સંબંધોમાં પણ નિકટતા (ગાઢતા) આવશે. સ્વાસ્થ્ય- બદલાતા હવામાનના કારણે ગળામાં દુખાવો અને ખાંસી, શરદી જેવી સ્થિતિ રહી શકે છે. લાપરવાહી બિલકુલ ન કરો, તરત જ તેનો ઈલાજ લો. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે. કેટલાક પ્રતિષ્ઠિત લોકો સાથે મેળ-મુલાકાતની તકો બનશે તથા સંપર્ક દાયરો પણ વિસ્તૃત થશે. આ સમયે રોકાણ સંબંધી કાર્યોમાં પૈસા લગાવવા ફાયદાકારક રહેશે. ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ આસ્થા રહેશે. નેગેટિવ- પરંતુ પારિવારિક અને વ્યક્તિગત જીવનમાં તાલમેલ જાળવીને પણ ચાલવું પડશે. વ્યર્થ જ બીજાના મામલામાં મૂંઝાવાના બદલે પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો, કારણ કે આની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા પર પડી શકે છે. લેણ-દેણ સંબંધી મામલાઓમાં સાવધાની રાખો. વ્યવસાય- કારોબારમાં વિસ્તાર સંબંધી યોજનાઓ પર અમલ કરવાનો ઉત્તમ સમય છે, પરંતુ સાથે જ ગ્રાહકોની પસંદ-નાપસંદનું પણ ધ્યાન રાખવાથી તમે પોતાની કાર્યપ્રણાલીને હજી વધુ બહેતર બનાવી શકશો. કોઈ નવી ટેકનિક પર પણ વિચાર થશે. ઓફિસમાં પોતાની ફાઈલો અને ડોક્યુમેન્ટ્સ સંભાળીને રાખો. લવ- દામ્પત્ય જીવન સુખદ રહેશે. વ્યર્થના પ્રેમ સંબંધોમાં પોતાનો સમય નષ્ટ ન કરો. સ્વાસ્થ્ય- હવામાનને સાનુકૂળ પોતાની દિનચર્યા અને ખાનપાન રાખો. માઇગ્રેન કે સર્વાઇકલ જેવી પરેશાનીના કારણે દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ શકે છે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 2 પોઝિટિવ- લાંબા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું નિદાન આજે થવાનું છે. પોતાના મહત્વપૂર્ણ કાર્યોને પૂરા કરવાનો પ્રયાસ કરો, તમને સફળતા મળશે. પ્રભાવશાળી લોકો સાથે ભેટ-મુલાકાતની પણ તકો બનશે અને કેટલીક નવી માહિતીઓ પણ મળશે. નેગેટિવ- પ્રિય મિત્ર સાથે કોઈ વાતને લઈને બોલાચાલ થઈ શકે છે. ફાઇનાન્સ સંબંધી સમસ્યા રહેશે, પરંતુ મુશ્કેલ સમયમાં ક્યાંક ને ક્યાંકથી પૈસા ઉપલબ્ધ પણ થઈ જશે. વરિષ્ઠ લોકો સાથે પોતાની સમસ્યા શેર કરવાથી કોઈ ઉકેલ મળશે. વ્યવસાય- આજે કાર્યક્ષેત્રમાં બહુ વધારે વ્યસ્તતા બનેલી રહેશે અને સાનુકૂળ પરિણામો પણ પ્રાપ્ત થશે. ઈલેક્ટ્રોનિક વ્યવસાય વધુ ફાયદામાં રહેશે. આ સમયે સરકારી નોકરીમાં તમારું યોગ્ય પ્રબંધન રહેશે અને કોઈ મહત્વપૂર્ણ કાર્યભાર પણ મળશે. લવ- વૈવાહિક સંબંધો સુખદ રહેશે. પ્રેમી-પ્રેમિકાનો ફરવા-હરવાનો તથા ડિનર વગેરેનો પ્રોગ્રામ યાદગાર પળોમાં સામેલ થશે. સ્વાસ્થ્ય- મહિલા વર્ગ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ રૂપે સજગ રહે. નસોમાં ખેંચાણ જેવી સમસ્યા પરેશાન કરી શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- કેટલીક ઉપલબ્ધિઓ તમારી સમક્ષ આવી શકે છે. અમલ કરતા પહેલા મોટા-વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન પર જરૂર અમલ કરો. આનાથી તમે કોઈ પણ નિર્ણય લેવામાં સરળતા અનુભવશો. આ સમયે કોઈ મહત્વપૂર્ણ યાત્રાનો પણ પ્લાન બની શકે છે. નેગેટિવ- યાત્રા કરતી વખતે અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી પણ પરહેજ કરો. કોઈ પણ નિર્ણય લેતી વખતે દિલની અપેક્ષાએ મગજથી કામ લેવું ફાયદાકારક સાબિત થશે. જોખમી પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો તથા શેર્સ વગેરેમાં પૈસા પણ ન લગાવો. વ્યવસાય- પોતાના વ્યવસાયમાં પૂરા ધ્યાન અને મહેનતથી કામ કરવું જરૂરી છે, નજીકના ભવિષ્યમાં તમને આના યોગ્ય પરિણામો પ્રાપ્ત થશે. મીડિયા, કમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી તકો બનશે. ટેક્સ સાથે સંબંધિત કામ ગૂંચવાઈ શકે છે, તેથી સાવધાન રહો. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યભાર મળવાની સંભાવના છે. લવ- પારિવારિક સુખ-શાંતિ બનેલી રહેશે. અચાનક જ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત બધા તણાવને દૂર કરશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનની અસરના કારણે શારીરિક રૂપે થોડો થાક અને નબળાઈ અનુભવાશે. ખાનપાન પ્રત્યે લાપરવાહીના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ આવી શકે છે. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- કંઈક ને કંઈક પડકારો રહેશે, પરંતુ તમે પોતાની મહેનતથી પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થઈ જશો. દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂરું કરવાની કોશિશ કામયાબ રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાથી મનમાં સુકૂન રહેશે. નેગેટિવ- હજી આર્થિક સ્થિતિ થોડી મધ્યમ જ રહેશે, ક્યાંય પણ સહી કરતી વખતે પેપર વગેરે સારી રીતે તપાસી લો. બાળકો પોતાના ભવિષ્ય સંબંધી પ્રવૃત્તિઓમાં કેટલીક અડચણો આવવાના કારણે તણાવમાં રહી શકે છે. તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા કામ સફળ રહેશે. પરંતુ આજે કોઈ પણ નવો નિર્ણય ન લો. વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. નોકરી પેશા વ્યક્તિઓને પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ પ્રોજેક્ટ મળી શકે છે. લવ- વૈવાહિક જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધો સ્થાપિત થશે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો, કે આની અસર તમારા કરિયર અને ભણતર પર ન પડે. સ્વાસ્થ્ય- વધુ મહેનત અને પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેથી આરામ લેવો પણ જરૂરી છે. અતિશય ગુસ્સો કરવો પણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે અને કેટલાક સુખદ અનુભવો પણ થઈ શકે છે. કોઈ ધાર્મિક આયોજનમાં જઈને તમે સુકૂન અને શાંતિ અનુભવશો. યુવાનોની સફળતાનું કોઈ દ્વાર ખૂલવાનું છે, જેનાથી ચિંતા પણ દૂર થશે. નેગેટિવ- પરંતુ ખર્ચ કરતી વખતે પોતાના બજેટને નજરઅંદાજ ન કરો. બીજાની સહાયતા કરવાની સાથે-સાથે પોતાના વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપો, નહિતર આનાથી તમારા પોતાના કાર્યો અધૂરા રહી જશે. કોઈની પણ મદદ કરવાનો વાયદો કરતી વખતે પોતાની સામર્થ્યનું પણ ધ્યાન જરૂર રાખો. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓમાં સુધારો આવશે, સાથે જ કર્મચારીઓ તથા સ્ટાફ દ્વારા સ્થિતિ ઉત્તમ બનેલી રહેશે. પરંતુ હજી વર્તમાન સ્થિતિ પર જ ફોકસ રાખો, કોઈ નવા કાર્યને શરૂ કરવા માટે સમય સાનુકૂળ નથી. સરકારી સેવામાં રહેલા લોકોને કાર્યની અધિકતાના કારણે વધારાની ડ્યુટી આપવી પડી શકે છે. લવ- દામ્પત્ય જીવનમાં સામંજસ્યની થોડી ઉણપ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હજી વધુ નિકટતા લાવશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનના કારણે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ પ્રકારની લાપરવાહી ન રાખો તથા આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરવું યોગ્ય રહેશે. લકી કલર- પીળો લકી નંબર- 6 પોઝિટિવ- સાનુકૂળ ગ્રહ સ્થિતિ બનેલી છે. આ સાનુકૂળતાનો વધુમાં વધુ લાભ ઉઠાવવાની કોશિશ કરો. વિદ્યાર્થી તથા યુવા વર્ગ પોતાની યોગ્યતા દ્વારા કોઈ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાસિલ કરી શકે છે. તમારો પારિવારિક તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સંતુલન બનેલું રહેશે. કોઈ પણ કાર્યને ઝડપથી પૂરું કરવાની વિચારણી રાખો. નેગેટિવ- સંકુચિતતા અને સ્વાર્થથી ક્ષણિક લાભ જ મળી શકે છે. વ્યવસ્થિત રહેવાથી તમે પોતાના માટે પણ સમય કાઢવામાં સક્ષમ હશો. યુવા વર્ગ આળસ અને મોજ-મસ્તીમાં સમય વ્યર્થ ન કરે. આનાથી તમારું પોતાનું નુકસાન જ થશે. વ્યવસાય- જો કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સમય સાનુકૂળ છે. તમારી બૌદ્ધિક ક્ષમતા અને કાર્યપ્રણાલી ચોક્કસપણે સફળતા પ્રદાન કરશે. મહિલાઓ સાથે સંબંધિત વ્યવસાય લાભની સ્થિતિમાં રહેશે. નોકરી પેશા વ્યક્તિઓ માટે પણ કાર્યાલયનું માહોલ ઉત્તમ બનેલું રહેશે. લવ- પારિવારિક તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સામંજસ્ય જાળવી રાખવું ઘરના માહોલને સુખમય બનાવી રાખશે. લગ્નેતર સંબંધોથી અંતર જાળવી રાખવું અતિ આવશ્યક છે. સ્વાસ્થ્ય- ખોટા ખાનપાનના કારણે છાતીમાં ભારેપણું અનુભવાઈ શકે છે. પોતાની દિનચર્યા સંયમિત બનાવી રાખો. લકી કલર- કેસરી લકી નંબર- 4
    Click here to Read More
    Previous Article
    12 જૂનનું ટેરો રાશિફળ:તુલા રાશિના લોકોને મોટા પગારવાળી નોકરીની ઓફર મળી શકે છે, વૃશ્ચિક રાશિના જાતકોને ઓફિસમાં અડચણ આવશે
    Next Article
    પ્રેમ સંબંધમાં આડો આવતા પતિની કરપીણ હત્યા:પત્નીએ પોતાના પ્રેમી પિતરાઈ ભાઈ સાથે મળીને મૃતદેહના ટુકડા કરી જમીનમાં દાટી દીધો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment