Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લેન ક્રેશની પ્રથમ વરસીએ ફેડરેશન ઓફ પાઈલોટ એસો.ના સવાલ:કહ્યું- એન્જિન હેલ્થ ડેટાને બોઈંગ કંપની ડિકોડ કરે, દિલ્હીમાં વ્યવસ્થા છતા બ્લેક બોક્સ બે વખત અમેરિકા શા માટે મોકલાયું?

    10 hours ago

    અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે પ્રથમ વરસીએ ફેડરેશન ઓફ પાઈલોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા પ્લેન ક્રેશ અને ત્યારબાદ થઈ રહેલી તપાસને લઈ કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સી.એસ.રંધાવા દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્લેનની બનાવટમાં વિમાન બનાવનાર કંપની અલગ, તેની કોમ્પ્યુટર સિસ્ટમ બનાવનાર કંપની અલગ અને એન્જિન બનાવનાર કંપનીઓ અલગ હોય છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેના તમામ ત્રણેય ભાગ બનાવનાર કંપની અમેરિકાની છે. પ્લેન ક્રેશની પ્રાથમિક તપાસમાં આ ત્રણેય કંપનીઓને ક્લીનચીટ આપી દેવામાં આવી છે. DGCA મુજબ ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ હતી.તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં મૃતક પાયલોટના પિતાને સહ અરજદાર બનાવીને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. 'યોગ્ય તપાસ કરી પુરાવા એકત્રિત કરાય તો ભવિષ્યમાં આવી ઘટના નિવારી શકાય' બેંગ્લોર પ્લેન ક્રેશમાં પણ પ્રાથમિક તપાસ બાદ પાયલોટ ઉપર ક્રેશની જવાબદારી ઢોળી નાખવામાં આવી હતી. જ્યારે પણ કોઈ વિમાન અકસ્માત બને છે, ત્યારે પાયલોટ જીવિત ન બચે તો તેની ઉપર જવાબદારી નાખી દેવામાં આવે છે. ખરેખર યોગ્ય તપાસ કરીને પુરાવા એકત્રિત કરવામાં આવે તો ખામીઓને શોધીને ફરીથી આવી ઘટના બનતી અટકાવી શકાય. ખામી યુક્ત આવા વિમાનોને ગ્રાઉન્ડ કરી શકાય. વિમાન બનાવનાર કંપની દ્વારા એન્જિનના હેલ્થ રિપોર્ટના ડેટા ડિકોડ કરવામાં આવે વિમાનના એન્જિનનો હેલ્થ રિપોર્ટ સતત બોઈંગ કંપની અને એર ઈન્ડિયાને જતો હતો. ત્યારે બોઈંગ કંપની દ્વારા એન્જિનના હેલ્થ રિપોર્ટના ડેટા ડિકોડ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવે. જેથી પાયલોટની ભૂલ હતી કે ટેકનિકલ ખામી તે વેરીફાઈ કરી શકાય. આ પ્લેન ક્રેશનો રિપોર્ટ વિશ્વભરમાં જશે, જુદા જુદા દેશોની કોર્ટમાં તેને ચેલેન્જ થઈ શકે છે. ત્યારે એ કારણદર્શક પુરાવાની તપાસ ખૂબ જ જરૂરી છે, પૂરતા પુરાવા વગર રિપોર્ટ સ્વીકારી શકાય નહીં. એક વર્ષ થયું છતા રિપોર્ટ આવ્યો નથી- સી.એસ. રંધાવા આ દુર્ઘટનાને એક વર્ષ થઈ ચૂક્યું છે, છતાં પણ હજી સુધી રિપોર્ટ આવ્યો નથી. વળી એર ઇન્ડિયા મૃતકોના પરિજનોને વળતર ચૂકવવા માટે એફિડેવિટ માંગી રહ્યું છે કે તેઓ કોઈ કેસ કરશે નહીં. પરંતુ આ વાત અયોગ્ય છે. વિશ્વાસ કુમાર કે જે આ દુર્ઘટના એક માત્ર વ્યક્તિ બચી ગયો હતો, તેને તપાસ એજન્સીઓ 10 મહિને પૂછપરછ કરે છે. પરંતુ પાયલોટનું માનસિક સંતુલન બરાબર હતું કે કેમ તેની પૂછપરછ કરવા તેના ઘરે તુરંત પહોંચે છે. વિશ્વાસ કુમારે કહ્યું હતું કે તેને જોયું હતું કે પાયલોટની કેબિનની લાઈટો ચાલુ બંધ થતી હતી. આમ તે ઈલેક્ટ્રીક સિસ્ટમનો પ્રોબ્લેમ સૂચવે છે. તેને છેલ્લે એક ધમાકો પણ સાંભળ્યો હતો. જે પ્લેનની પૂંછડીમાં થયો હોવાની શક્યતા છે. વળી બ્લેકબોક્સને ડીકોડ કરવાની વ્યવસ્થા દિલ્હીમાં હોવાનું મંત્રીએ સાંસદમાં જણાવ્યું હતું તો શા માટે બ્લેક બોક્સ બે વખત અમેરિકામાં મોકલવામાં આવ્યું ? એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં વિમાન દુર્ઘટનાનો દોષ પાયલોટ ઉપર દોષ ઢોળી દેવાય છે. પરંતુ પાછળથી ટેકનિકલ ખામી સામે આવે ત્યારે આવી સીરીઝના વિમાનો ગ્રાઉન્ડ કરી દેવા પડે છે અને કંપનીઓને મોટુ નુકશાન જાય છે. પ્લેન ક્રેશની પ્રથમ વરસીએ આ સમાચાર પણ વાંચોઃ વાત કાટમાળ, મૌન, યાદો અને સમયની સાક્ષી એ તસવીરોની 12 જૂન, 2025 આ તારીખને કોઇ કેવી રીતે ભૂલી શકે? આ જ દિવસે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 260 જિંદગીઓ હોમાઇ ગઇ હતી. આ દુર્ઘટનાને આવતીકાલે 1 વર્ષ પૂરૂં થઇ રહ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કર તમારા માટે લાવ્યું છે એક અનોખી અને લાગણીભરેલી સફર. ભાસ્કર રિપોર્ટર સારથી એમ. સાગરે ક્રેશના દિવસથી લઇને દર મહિને ઘટનાસ્થળે જઇ ટાઇમ લેપ્સ ફોટો અને વીડિયો દ્વારા બદલાતી તસવીરો-દૃશ્યોને કેદ કર્યા છે. આજે વાત કાટમાળ, મૌન, યાદો અને સમયની સાક્ષી એવી એ તસવીરોની અને ભાસ્કર રિપોર્ટરના અનુભવની. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપા એક્શન મોડમાં:17.28 કરોડના ખર્ચે શાપુરમાં નવી ગટર લાઇન, ખામધ્રોળને મળશે અદ્યતન શહેરી હેલ્થ સેન્ટર; 13 જૂનથી ભવ્ય જન કલ્યાણ શિબિરો
    Next Article
    How Norway Became one of the Wealthiest Countries on Earth | Oil Fund

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment